Entertainment

હે ભગવાન! જૂનાગઢમાં મહિલાને એટલું કમકમાટી ભર્યું મૌત મળ્યું કે પુરી ઘટના જાણી તમારું હદય કંપી ઉઠશે, રસ્તા પર જ ક્રેન…

હાલમાં એક ખૂબ જ ચોંકાવનારો બનાવ બન્યો છે. આ બનાવ દરેક મહિલા વાહન ચાલકો માટે ચેતવણી સમાન છે. ખરેખર દિવસને દિવસે રોડ અકસ્માત બની રહ્યા છે, ત્યારે હાલમાં જ વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ક્રેનએ મહિલાને કચડી નાંખી અને આ દ્રશ્યો સોશિયલ મીડિયા પર સીસીટીવીમાં કેદ થયા છે. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જણાવીએ કે આખરે બનાવ શું બન્યો.

આ ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયેલ છે, જેમાં તમે જોઈ શકો છો કે રસ્તા પર વાહનો પાર્ક કરેલ છે તેમજ આજુબાજુ ઢોરનો પણ ત્રાસ છે. રસ્તા પર એક ક્રેનના ચાલકે બાજુમાં જઈ રહેલાં એક્ટિવાસવાર મહિલાને ટક્કર મારતાં પડી ગયાં હતાં અને તરત જ મહિલા પર ક્રેનના વ્હીલ ફરી વળ્યાં હતાં. આ બનાવના પગલે પોલીસે ક્રેન ચાલક સામે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્યભાસ્કરના અહેવાલ પ્રમાણે મૃતક મહિલા વિશે જાણીએ તો મહિલા કેશોદના સોંદરડા ગામના વતની હતા અને તેમનું પ્રવીણાબેન અશ્વિનભાઈ વાજા સામે આવ્યું છે. ગુરુવારના રોજ કેશોદથી પોતાના ગામ સોંદરડા એક્ટિવા પર જઈ રહ્યાં હતાં. કેશોદ પોસ્ટ ઓફિસ નજીક ક્રેનના ચાલકે અડફેટે લેતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું. આ બનાવના પગલે પરિવારમાં શોકભર્યું વાતાવરણ છવાઈ ગયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!