Entertainment

ઓમ શાંતિ:પૂર્વ ક્રિકેટનાં પિતાનું નિધન થતા,ક્રિકેટર પિતાના મુત્યુ થી લાગ્યો આઘાત અને કહ્યું કે..

હાલમાં ઘણા સમય થી અનેક દુઃખદ ભરી ખબર સામે આવેલ છે, જેમાં અનેક કલાકારો અને ક્રિકેટરો એ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, ત્યારે હાલમાં ફરી એક વાર દુઃખ વાતાવરણ છવાઈ ગયું છે. ત્યારે ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખ દ છે. આજે જ આ ઘટના બનતા ક્રિકેટ જગતમાં દુઃખ છવાઈ ગયુ છે. ત્યારે હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,પૂર્વ ભારતીય વિકેટકીપર પાર્થિવ પટેલના પિતાનું આજે સવારે નિધન થઇ ગયુ છે.

આ દુઃખ ભરી ખબરપાર્થિવે ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી છે. પૂર્વ ભારતીય ક્રિકેટરનું કહેવું છે કે, મારા પિતા અજયભાઇ બિપિનચંદ્ર પટેલનું આજે 26 સ્પટેમ્બરનાં નિધન થઇ ગયુ છે. છેલ્લા 2 વર્ષથી પાર્થિવ નાં જીવનમાં દુઃખ ભર્યા દિવસો હતા અને 2019માં જ્યારે પાર્થિવ પટેલ રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લુરુની ટીમનો ભાગ હતો તે સમયે તેનાં પિતાની તબિયત ખરાબ થઇ હતી.

તેનાં પિતા બ્રેઇન હેમરેજ ની બીમારી હતી અને તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જે કારણે પાર્થિવની અંગત અને પેશાવર જીવન ઘણું જ ડિસ્ટર્બ થઇ રહ્યું છે. તેણે દરેક સમયે તેનાં પિતા અંગે ડર સતાવતો હતો. પિતાનાં નિધનથી તેના પર તો જાણે આભ ફાટી પડ્યું. તેણે વર્ષ 2019માં IPL શરૂ થતા પહેલાં જ તેનાં પિતાની સ્થિતિ અંગે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. તેનાં પિતા લાંબા સમયથી હોસ્પિટલમાં દાખલ હતાં.

તમને જાણીને આંખમાં આંસુઓ આવી જશે કે, પાર્થિવ પટેલે તે સમયે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેનાં પિતા અચનાક જ પડી ગયા હતાં તે બાદ 12 દિવસ સુધી તેઓ ICUમાં હતાં. અને 10 દિવસ સુધી ઘરે નહોતા જઇ શક્યા. આ કારણે પાર્થિવ પટેલે મેદાનથી દૂર રહેવું પડ્યું હતું.ખરેખર આ બનાવના લીધે હાલમાં પાર્થિવનું જીવન વેર વિખેર થઇ ગયું અને તેમના પિતાના નિધન થી ચાહકો શોક વ્યક્ત કર્યો છે. ઈશ્વરને પ્રાથના કરીએ કે તેમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે. અને પાર્થિવના પિતાની આત્માને શાંતિ આપે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!