વેરાવળના વેપારીને વિદેશી યુવતી સાથે ની મિત્રતા આઠ લાખ મા પડી, પુરૂષો માટે ચેતવણીરૂપ કિસ્સો
સોસિયલ મીડીયા પર અવાર નવાર ઓનલાઈન ફ્રોડ ના બનાવો બની રહ્યા છે ત્યારે અજાણ્યા લોકો સાથે મિત્રતા કરવી પણ ભારે પડી શકે છે તાજેતર મા એક એવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં એક ગુજરતી ને એક ઓનલાઈન મિત્ર બનેલી યુવતી એ આઠ લાખ રુપીયા નો ચુનો લગાડ્યો હતો.
વેરાવળમાં ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા વેપારીને સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિદેશી યુવતી સાથે સંપર્ક થયો હતો. આ વિદેશી યુવતીએ વેપારીને કહ્યું હતું કે તે ભારત આવી છે અને તેની પાસે ઇન્ડિયન કરન્સી નથી. તેથી તે મદદ કરે અને મદદના બદલામાં તે વેપારીને 6 કરોડ રૂપિયા આપશે તેવી લાલચ આપી હતી. તેથી આ વિદેશી યુવતીની વાતમાં વેરાવળનો વેપારી આવી ગયો હતો.
ત્યારે બાદ યુવતી એ મિત્રતા કેળવી વેપારી ને વિશ્વાસ મા લીધો હતો અને અવારનવાર પોતે પ્રોબ્લેમ મા હોય એવુ બહાનું કાઢી ને વેપારી પાસે થી રુપીયા લીધા હતા. ભોગ બનનાર વેપારીએ જણાવ્યું હતું કે, એક વાર મહિલાએ મને ફોન કર્યો પૈસા માટે. તે સમયે મેં કહ્યું હતું કે હું પૈસાની વ્યવસ્થા કરી શકુ તેમ નથી. તેથી તે રોવા લાગી હતી. તેથી મેં તેના એકાઉન્ટમાં પૈસા નાંખ્યા હતા. આમ કુલ આઠ લાખ રુપીયા યુવતી ને આપ્યા હતા.
ત્યાર બાદ વેપારી ને ડાઉટ જતા તેણે પોલીસ સ્ટેશન મા યુવતી વિરુધ્ધ ફરીયાદ નોંધાવી હતી જ્યારે આ બાબતે પોલીસે લોકો ને અપીલ કરી હતી કેબાબતે તપાસ શરૂ છે. મારી સૌ લોકોને અપીલ છે કે, ઘણા બધા ગ્રુપ આવું કામ કરે છે એટલે આવા ગ્રુપના ચંગુલમાં ફસાવું નહીં.