ઘરે પારણું બંધાતા માતાજી ના ચરણો મા 5 કીલો ચાંદી દાન કર્યુ
ઘણા દંપતિ ના ઘરે લાંબા સમયબાદ પણ પારણું બંધાતુ ન હોય ત્યારે અનેક માનતા અને બાધાઓ કરવામા આવતી હોય છે ત્યારે આવા જ એક ભકત એ માનતા કરી હતી કે જો પારણું બંધાશે તો બાળક નુ જેટલું વજન હશે તેટલું ચાંદી માતાજી ને અર્પણ કરશે. અને બાળક નો જન્મ થતા માતાજી ને ચાંદી અર્પણ કરાયુ હતુ.
ખેડબ્રહ્મા અંબિકા માતાજી અનેક ભકતો નુ આસ્થા નુ પ્રતીક છે. રોજ અનેક ભકતો દર્શન આવતા હોય છે ખેડબ્રહ્મા અંબિકા માતાજીના એક ભક્તે પોતાના ઘરે પારણું બંધાવવાની બાધા રાખી હતી અને બાળકનો જન્મ થશે તો તેના વજન જેટલું ચાંદી દાન કરવાની માનતા રાખી હતી. બાળક નો જન્મ થતા જ આ માનતા પુરી કરવાની હતી પરંતુ કોરોના ના હિસાબે આ શક્ય નહોતુ કારણ કે મંદીર બે ભાસ બંધ રહ્યુ હતુ.
ત્યારે બાદ મંદિર ખુલતા જ પરિવાર દ્વારા મંદિરમાં બાળકનું વજન કરી 5 કિલો જેટલું ચાંદી અંદાજિત 3.50 લાખનું મંદિરને પૂજા અર્ચન કરી દાન કર્યું હતું. મંદિરમાંથી જયદીપસિંહ રાઠોડ ના જણાવ્યા અનુસાર પરિવાર દ્વારા રવિવારે પૂજા અર્ચન કરી માતાજીના ચરણોમાં દાન અર્પણ કરાયું હતું.
જો મંદીર ની વાત કરીએ તો ખેડબ્રહ્મા મા આવેલુ છે અને ઘણા વર્ષો જુનુ છે જ્યા અંબે મા બિરાજે છે અને લાખો ભક્તો નુ આસ્થા નુ પર પ્રતીક છે.