રખડતા ઢોરની અડફેટથી મૃત્યુ પામેલા પટેલ યુવકના પરિવારને AMCએ આટલા લાખનું વળતર ચુકવ્યું ! જાણો શુ ઘટના બની હતી…

વર્તમાન સમયમાં આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે રખડતા ઢોરોએ જાણે રાજ્યમાં ત્રાસ મચાવ્યો હોય તેવી સ્થિતિનું સર્જન થયું છે, કારણ કે રોજબરોજના અનેક એવા કિસ્સાઓ બની રહ્યા છે જેમાં કોઈ રખડતો ઢોર અથવા તો આખાલોએ લોકોને અડફેટે લેતા હોય છે જેમાં અમુક વખત કોઈ વ્યક્તિ મૌતને ભેટી જતો હોય છે તો અમુક વખત જે તે વ્યક્તિને ખુબ ગંભીર ઈજાઓ થતી હોય છે.એવામાં અમદાવાદ માંથી જ આવી એક ઘટના સામે આવી છે જેમાં એક રખડતા ઢોરે પટેલ યુવકને અડફેટે લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.

આવી ઘટનાઓ વધતી જતી હોવાને લીધે હાલ સરકારે પેહલી વખત ઢોરને કારણે અકસ્માત થયેલના જવાબદાર વ્યક્તિ વિરુધ ગુનો નોંધી લીધો છે અને AMC એ મૃતક પટેલ યુવકના પરિવારને 5 લાખ રૂપિયાનું વળતર ચૂકવી આપવાની વાત કહી હતી. કોર્પોરેશને પોતાની કામગીરીનું સોગંદનામું કોર્ટમાં રજુ કર્યું હતું જેમાં તેઓએ આંકડો રજુ કર્યો હતો કે તમામ ઝોનમાં કુલ 21 ટીમોને કામે લગાડવામાં આવી હતી જેમાં 24 ઓગસ્ટથી લઈને 11 નવેમ્બર સુધી લગભગ 5000 હજાર 353 પશુઓ પકડી લેવામાં આવ્યા હતા, એટલું જ નહી આવા રખડતા ઢોરો માટે 3 ઢોર વાળા બનાવામાં આવ્યા હતા અને 2 હજી બની રહ્યા છે.

જણાવી દઈએ કે આ ઘટનામાં મૌતને ભેટનાર પટેલ યુવકનું નામ ભાવિન પટેલ છે જે નરોડાની મુન લાઈટ સોસાયટીમાં પોતાના પરિવાર સાથે વસવાટ કરતો હતો. પરિવારમાં ખુબ આનંદનો માહોલ હતો કારણ કે મૃતક ભાવિન પટેલને ટોરેન્ટપાવર કંપનીમાં કામ કરતો હતો તે કંપનીમાં તેને બેસ્ટ કર્મચારી તરીકેની પસંદગી કરવામાં આવી હતી. આ વાતની ખુશી આખા પરિવારમાં છવાયેલી હતી પરંતુ કુદરતને તો કઈક બીજું જ મંજુર હતું આથી પરિવારની આ ખુશી લાંબા સમય સુધી ટકી શકી નહી.

ભાવિન પટેલ એવોર્ડ માટેના જરૂરી ડોક્યુમેન્ટની ઝેરોઝ કઢાવા માટે બાઈક લઈને ઘરની બહાર નીકળ્યો હતો જ્યાં રસ્તા પર જ ઢોરે બાઈક સહિત ભાવિનને અડફેટે લેતા તે રસ્તા પર પછડાયો હતો, જેથી તેને માથાના ભાગમાં ખુબ ભારે ઈજા થઇ અને બ્રેઈન હેમરેજ થતા તેનું ટૂંકી સારવારમાં જ મૃત્યુ થયું હતું. આ ઘટના બનતા બે બાળકો પિતા વિહોણા બન્યા હતા જયારે પત્નીએ પતી વિહોણી બની હતી.

આ ઘટનાને પગલે કૃષ્ણાનગર પોલીસ સ્ટેશનમાં આ પશુના માલિક અને કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ વિરુધ આઈપીસી કલમ 304 લગાવીને જરૂરી ગુના નોંધ્યા હતા. આ ઘટના બનતા હાયકોર્ટ એકશનમાં આવી હતી અને આ ઘટના અંગે રાજ્ય સરકારને જવાબ તૈયાર રાખવા કહ્યું હતું, હાયકોર્ટનો આવો ચુકાદો જોઇને કોર્પોરેશને મૃતકના પરિવારને 5 લાખનું વળતર ચૂકવવાનો વાયદો આપ્યો હતો. આ પૈસાથી મૃત્યુ પામેલ લોકોનું જીવન તો નો તોળી શકાય પરંતુ મૃતકના પરિવારને થોડી ઘણી રાહત મળશે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *