Gujarat

ચાલુ ફરજ દરમિયાન પી.આઈને હાર્ટ અટેક આવતા સોમનાથ મહાદેવ સાંનિધ્યમાં પ્રાણ છોડ્યા.

હાલમાં જ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં એક ખૂબ જ દુઃખદ ઘટના બની જેના લીધે શોકમય વાતાવરણ છવાઈ ગયેલું. આ ઘટના કોઈપણ વ્યક્તિની આંખોમાં આંસુ લાવી શકે છે. કારણ કે વાત જાણે એવી છે કે , વર્ષ 1990થી પોલીસ વિભાગમાં ફરજ બજાવી રહેલા પી.આઈ. જી.એમ.રાઠવાનું ચાલુ ફરજ દરમિયાન હ્દય રોગથી નિધન થતા પોલીસ વિભાગ તેમજ પરિવારમાં શોકમય વાતાવરણ છવાઈ ગયેલું છે.

હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું કે, ચાર મહિનાથી સોમનાથ મંદિરની સુરક્ષામાં ફરજ બજાવતા પોલીસ ઇન્‍સપેકટર જી.એમ.રાઠવા આજે બપોરે બે વાગ્યાના અરસામાં મંદિરમાં ફરજ બજાવી રહેલ હતા. અને અચનાક જ ત્‍યારે છાતીમાં દુ:ખાવો ઉપડતા જ પોલીસકર્મીઓ તુરંત અઘિકારી રાઠવાને નજીકના પ્રભાસપાટણ સીએચસી કેન્‍દ્રમાં લઇ ગયેલ જયાંથી વઘુ સારવાર અર્થે વેરાવળની બિરલા હોસ્‍પીટલમાં દાખલ કરવામાં આવ્યા.

તેમની સારવાર થઈ શકે એજ પહેલા તેમનું નિધન થયું હતું અને આ વાતની જાણ થતાં જ પરિવારમાં દુઃખદ વાતાવરણ છવાઈ ગયેલું હતું.ભગવાન તેમની દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના. ખરેખર એક રિતે જોઈએ તો મહાદેવના સાંનિધ્યમાં પ્રાણ છોડવા એ પાવન ઘડી છે. તેમના પત્ની તો હાલમાં જ સાથે રહેતા હતા જયારે તેમના બે સંતાનો તેમના વતન છોટાઉદયપુર ખાતે રહેતા હોવાનું જાણવા મળેલ છે. તેઓને દુ:ખદ ઘટનાની જાણ કરેલ તેમની જાણ કરવામાં આવી હતી.

ખરેખર આ પી.આઈ ની પોતાની ફરજ ખૂબ જ ઈમાનદારી પૂર્વક અને તેમનું જીવન અથાગ પરિશ્રમ થી ભરેલું હતું અને તેઓ ઇ.સ.1990 માં કોન્‍સ્‍ટેબલ તરીકે ગુજરાત પોલીસ દળમાં જોડાયા હતા. બાદમાં 2009 માં પ્રમોશનથી પીએસઆઇ બન્યા હતા. પીએસઆઇ તરીકે અમદાવાદમાં ત્રણ વર્ષ, ભરૂચમાં પાંચ વર્ષ ફરજ બજાવી હતી.2018ના વર્ષના છેલ્‍લા મહિનાઓમાં ગીર સોમનાથમાં તેમની નિમણૂંક થતા ત્‍યારથી લઇ ત્રણેક વર્ષથી ફરજા બજાવી રહેલ હતા. જેમાં પ્રભાસપાટણ પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સપેકટર તરીકે અઢી વર્ષ સુઘી ફરજ બજાવી હતી. આ દરમિયાન દરેક ક્ષેત્રમાં તેમને પોતાની ફરજ ખૂબ જ ઉત્કૃષ્ટ રીતે બજાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!