પિતાએ જમીન વેચીને દીકરીનુ સપનુ પૂરુ કર્યું.! મૈત્રી પટેલ બની દેશની પ્રથમ નાની વયની પાયલોટ

ખરેખર આજના સમયમાં દીકરીઓ દરેક ક્ષેત્ર આગળ વધી રહી છે. હાલમાં જ એક 19 વર્ષની દીકરી એવું કાર્ય કરી બતાવ્યું જે કોઈ સામાન્ય કોઈ વ્યક્તિ ન કરી શકે. ખરેખર આવા કિસ્સો ભાગ્ય જ ક્યારેક બનતો હોય છે.આ યુવતી માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ સમગ્ર ભારતનું નામ રોશન કર્યું છે. ખરેખર ત્યારે આ ગૌરવ લેવાની ક્ષણ છે કે, તે યુવતી આટલી નાની વયે ભારતની સૌથી નાની વયની પાયલોટ નું બિરુદ મેળવ્યું.

કોણ કહે છે કે,સામાન્ય પરિવારના જન્મેલ લોકોના સપનાઓ પૂર્ણ નથી થઈ શકતા? ઓલપાડના શેરડી ગામની મૂળ વતની અને ખેડૂત પરિવારની 19 વર્ષીય મૈત્રી પટેલ ભારતની સૌથી નાની વયની પાયલોટ બની પરિવારની સાથે સુરતનું નામ રોશન કર્યુ છે. ધોરણ-12 સુધીનો અભ્યાસ બાદ પાયલોટની ટ્રેનિંગ માટે અમેરિકા ગઇ હતી. અમેરિકામાં નિયત સમય કરતાં ટૂંકાગાળામાં ટ્રેનિંગ પૂરી કરી કમર્શિયલ વિમાન ચલાવવાનું લાઇસન્સ મેળવી તેણીએ નવી સિદ્ધિ હાંસલ કરી છે.

ખરેખર હાલમાં જ જ્યારે 24 ઓગસ્ટના રોજ તે પોતાના ઘરે આવી ત્યારે સૌ લોકો તેનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું.
આ યુવતી અશક્ય કાર્ય ને પોતાની આવડત થકી અને અથાગ પરિશ્રમ થકી કાર્ય કરી બતાવ્યું ત્યારે આપણા સૌ માટે આ પ્રેરણા દાયક વાત છે. આ યુવતીના પિતા. પિતા ખેડૂત અને માતા સુરત મહાનગરપાલિકામાં નોકરી છે. આ યુવતીએ બાળપણ થી જ પાયલોટ બનવાનું સેવ્યું હતું.

આ યુવતી નું સપનું એ પણ છે કે તેને, પાયલોટ બાદ હવે મારે નાની ઉંમરે કેપ્ટન બનવું છે અંર ટૂંક સમયમાં કેપ્ટન બનવાનું સપનું પણ પૂરું કરશે.સામાન્ય રીતે કમર્શિયલ વિમાન ચલાવવા માટે 18 મહિનાની ટ્રેનિંગ હોય છે. ઘણા વિદ્યાર્થીઓ 18 મહિનામાં ટ્રેનિંગ પૂરું નહીં કરે તો ૬ મહિના લંબાવવામાં આવે છે, એટલે કે 02 વર્ષે ટ્રેનિંગ પૂરી કરે છે. પરંતુ મૈત્રી પટેલે 18 મહિનાની ટ્રેનિંગ 11 મહિનાના ટૂંક ગાળામાં પૂર્ણ કરી પાયલોટ બનવાની સિદ્ધિ હાંસલ કરી છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *