ગુજરાત પોલીસ દ્વારા આ શહેરના 5 PI ની આંતરિક બદલી કરવામાં આવી.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, થોડા સમય પહેલા જ IAS ની બદલી કરવામાં આવી હતી ત્યારે ફરી એકવાર ગુજરાત પોલીસના નાંPI ની બદલી કરાવમાં આવી છે, ત્યારે આ ઘટનાએ જોર પડકડયો છે. મહત્વની વાત એ છે કે એક સાથે 5 પી.આઈ ની આંતરિક બદલી કરવામાં આવી છે.
રાજ્યમાં 70 હજારથી વધારે પોલીસકર્મીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગૃહ વિભાગ દ્વારા હવે પોલીસ રીવોર્ડ પોલીસીમાં હવે ફેરફાર કરવામાં આવશે. નવા ફેરફાર પ્રમાણે હવે અલાયદી રિવોર્ડ પોલીસીને પણ નાર્કોટિક્સ માટે અમલમાં મુકવામાં આવશે. આ મામલે ટૂંક સમયમાં ગૃહવિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી શકે છે. નવા ફેરફરમાં ખાસ કરીને નાર્કોટિક્સનો કેસ હશે તો પોલીસકર્મીને વિશેષ એવોર્ડ આપવામાં આવશે
પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે અલગ અલગ પોલીસ સ્ટેશનના PIની આંતરીક બદલીઓ કરી છે. અમદાવાદ શહેરમાં 5 PIની બદલીઓ કરવામાં આવી છે. દરિયાપુર, કારંજ, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના PIની બદલીઓ કરવામાં આવી છે. આ સાથે સાઇબર ક્રાઇમ તેમજ વિશેષ શાખાના PIની પણ બદલી કરવામાં આવી છે.
ગુજરાતના પોલીસ વિભાગમાં એકસાથે 60 નવા PIની સીધી ભરતી કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી PI કક્ષાના અધિકારી માટે સીધી પરીક્ષા લેવાની શરૂઆત થઈ છે. જે હેઠળ હવે ગુજરાતના જુદા-જુદા જિલ્લામાં આ અધિકારીઓ પોતાની ફરજ બજાવશે. વર્ષ 2018-19માં PI માટે પરીક્ષાનું આયોજન થયું હતું. જેનું પરિણામ હવે જાહેર થઈ ગયું છે. PI કક્ષાના અધિકારીઓને પણ GPSC હેઠળ લેવાયેલી પરીક્ષા પાસ કરવી પડે છે. જેમને વર્ગ-2ના કર્મચારી તરીકેનો દરજ્જો પણ આપવામાં આવે છે.
ગુજરાતના પોલીસકર્મીઓને અને ટીમને હવે કેસની ગુણવત્તાને આધારે પ્રોત્સાહિત કરવામાં આવશે. સાથેજ તેમને ખાસ રિવોર્ડ પણ આપવામાં આવશે. નવા ફેરફરામાં ગૃહ વિભાગ દ્વારા નાર્કોટિક્સના મહત્તમ કેસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જે મામલે ટૂંક સમયમાં મહત્વની જાહેરાત કરવામાં આવશે.