અમાસનાં દિવસે પીપળે પાણી રેડવાનું છે, ખાસ મહત્વ.આવી રીતે પિતૃઓને..
કાલે અમાસ છે અને પિતૃઓને તર્પણ કરવામાં આવશે! ત્યારે આજે આપણે જાણીએ કે કાલે અમાસનાં દિવસે પિતૃઓની શાંતિ માટે હિન્દુ ધર્મમાં શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે. આમ પણ કહેવાય છે કે,માણસના જન્મ પછી જ વ્યક્તિ પોતે પાંચ પ્રકારના ઋણથી સજ્જ થઈ જાય છે. આપણી સંસ્કૃતિમાં ઋષિ મુનિઓએ પણ વિવિધ સંસ્કારો વિધિ વિધાનથી આપવાની શિક્ષા આપી છે. આ તમામ સંસ્કારો જન્મથી અંતિમ સંસ્કાર સુધી કરવામાં આવે છે. જે વ્યક્તિ આ દેવાની ચુકવણી ન કરે તેને ઘણાં દુઃખો અને સંતાપનો સામનો કરવો પડે છે અને શાપ મળે છે.
આ દેવું છે- માતૃ ઋણ, પિતૃ ઋણ, મનુષ્ય ઋણ, દેવ ઋણ અને ઋષિ ઋણ. આ ઋણમાંથી છૂટકારો મેળવવા માટે શ્રાદ્ધ કર્મ, તર્પણ વિધી અને પિંડદાન કરવું પડે છે. કાલે તો પિતૃઓ ને પાણી અપર્ણ કરવાનું અનેરું મહત્વ અમાસને પિતૃ વિસર્જનના નામથી ઓળખવામાં આવે છે.હિન્દુ પંચાંગ અનુસાર અશ્વિન માસની અમાસ પિતૃ અમાસ કહેવાય છે.
અમાસના રોજ જ પોતાના પિતૃના નામનું પાણી પીપડે રેડવું જોઈએ.સર્વ પિતૃ અમાસના દિવસે યાદ કરીને પીપડે પાણી અપર્ણ કરવું તેનાથી પિતૃઓ સંપૂર્ણ રીતે સંતુષ્ટ થાય છે. વાયુ સ્વરૂપમાં ધરતી ઉપર આવેલાં પિતૃઓને આ દિવસે વિદાય આપવામાં આવે છે અને પિતૃ પોતાના લોક પાછા ફરે છે.હિન્દુ ધર્મની માન્યતા અનુસાર પીપળાના મૂળ,મધ્યભાગ તથા આગળના ભાગમાંક્રમશઃબ્રહ્મદેવ,ભગવાન વિષ્ણુ,અને મહેશનો વાસ છે.
માટે સાંસારિક જીવન સાથે જોડાયેલી કામનાસિધ્ધિ અને દુઃખ-દરિદ્રતા દૂર કરવા માટે સ્ત્રી હોય કે પુરુષ બંને માટે પીપળાની પૂજા ખૂબ શુભ માનવામાં આવે છે.આટલુ જ નહીં પીપળની પૂજા ગ્રહ દોષની શાંતિ પણ કરે છે. જે વ્યક્તિ પીપળાની એક ડાળી કાપે છે તેને પિતૃ કષ્ટ ભોગવવા પડે છે. આ ઉપરાંત વંશવૃદ્ધિમાં બાધા ઉત્પન્ન થાય છે. જોકે, સમગ્ર વિધિ-વિધાન અને પૂજા સાથે પીપળાની ડાળી કાપવામાં આવે તો દોષ લાગતાં નથી.