ગુજરાતના લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારીએ પોતાની માતા સાથેની ખાસ તસવીરો કરી શેર, લખી આ ખાસ વાત…જુઓ
મધર્સ ડેના દિવસે સામાન્ય લોકોથી લઈને સેલિબ્રિટીઓએ પોતાની માતા સાથેની ખાસ તસવીરો શેર કરી હતી. આજે અમે આપને જણાવીશું ગુજરાતના લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારી વિશે. ગીતાબેન રબારીએ પણ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના માતા સાથેની ખાસ તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં તમે જોઈ શકશો કે, ગીતાબેન રબારી એ પોતાના માતા સાથે ખૂબ જ સુંદર ફોટો શેર કર્યો છે. બીજો ફોટો તેમના કુળદેવીનો છે.
આ તસવીર શેર કરતી વખતે તેમને કેપશનમાં માત્ર ” માં ” લખ્યું છે. તમને જણાવી દઈએ કે,આ એક શબ્દમાં અખિલ બ્રહ્માંડ સમાયેલું છે. માં જગત જનની છે. જગતમાં જ્યારે સ્વયં નારાયણ ને પણ અવતાર લેવો પડ્યો છે, ત્યારે તેને પણ માના કુખેથી જન્મ લેવો પડ્યો છે એટલે જ કહેવાય છે ને. માંથી મોટું કોઈ નહીં જળધર કે જગદીશ.
ગીતાબેન રબારીની માતાને તમે જોઈ શકશો કે, તેઓ ખૂબ જ સરળ વ્યક્તિત્વ અને સાદગી ધરાવે છે. ગીતાબેન રબારી ગુજરાતના લોકપ્રિય સિંગર હોવા છતાં તેમનો પરિવાર ખૂબ જ સાદગીથી જીવે છે. ખરેખર ગીતાબેન રબારી એ પોતાના જીવનમાં ખૂબ જ સંઘર્ષ કરીને સફળતાના શિખરો સર કર્યા છે. જીવનમાં જે વ્યક્તિ અથાગ પરિશ્રમ કરે છે, તેને સફળતા જરૂર મળે છે.
હાલમાં સોશિયલ મીડિયા પર ગીતાબેન રબારીની આ ખાસ તસવીરો ખૂબ જ શેર થઈ રહી છે. અત્યાર સુધીમાં આ તસવીર પર ૭૩૦૦૦ થી વધુ લાઈક અને ૩૦૦ થી વધુ લોકોએ કૉમેન્ટ્સ કરી છે. ગીતાબેન રબારી ની જેમ જ અનેક કલાકારોએ પોતાની માતા સાથેની તસવીરો શેર કરી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.