પ્રમુખ સ્વામીએ કે.લાલ જાદૂગર પાસેથી એવું વચન માગ્યું હતું કે, કે.લાલ એડ કંપનીના 50 લાખ રૂપિયાની ઓફર ઠુકારવી દીધી…
હાલમાં જ પ્રમુખ સ્વામીનનો શતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે. આપણે જાણીએ છે કે, પ્રમુખ સ્વામી અનેક વ્યક્તિઓના જીવન બદલી નાખ્યા છે. મોટાભાગના હરિભક્તો સત્સંગમાં જોડાયા પછી સુખિયા થઇ જાય છે. આજે આપણે પ્રમુખસ્વામી મહારાજ અને કે.લાલ જાદુગર વિશે જાણીશું. આ પ્રંસગ વિશે ઘણા લોકો નહીં જાણતા હોય કે, કઈ રીતે કે લાલ જાદુગરનું જીવન બદલાઈ ગયું. આ કિસ્સો કે.લાલ જાદુગરએ પોતાના મુખે જ જણાવ્યો હતો.
કે લાલ જાદુગરે પોતાનો અનુભવ જણાવતા કહ્યું હતું કે, ગુટકા બનાવતી કંપનીએ એડ માટે મને પ્રસ્તાવ મુક્યો છે અને તે કંપની મને 11 સેકન્ડની એડ માટે 25 લાખ રૂપિયા ઓફર કરી હતી પરંતુ આ એડ માટે મેં ન પાડી. આ ઓફર અસ્વીકાર કર્યા બાદ ફરી એજ કંપનીએ એડ કરવાના પચાસ લાખ રૂપિયા ઓફર કર્યા હતા. કંપનીના લોકોએ કે.લાલ જાદુગરને એડ ન કરવાનું કારણ પૂછ્યું એટલે કે.લાલ જાદુગરે કહ્યું કે આનું કોઈ નિરાકરણ આવે તેમ નથી તો કંપનીના લોકોએ પૂછ્યું કે એવું તો શું કારણ છે ? તો કે.લાલે કહ્યું કે હું એકવાર શો કરવા માટે આણંદમાં ગયો હતો.ત્યારે મને ખબર પડી કે પ્રમુખસ્વામી મહારાજ પણ આણંદમાં છે.
તો હું તેમને મળવા માટે ગયો ત્યારે મેં તેમને મારો શૉ જોવા માટે આવવા માટે કહ્યું, કે.લાલ જાદુગરનું કહ્યું કે મારું સપનું હતું કે પ્રમુખસ્વામી એકવાર મારો શો જોવા માટે આવે અને તે મોકો હું મારા હાથથી જવા દેવા માંગતો ન હતો. ત્યારબાદ પ્રમુખસ્વામી મારો શો જોવા આવવા માટે રાજી થઇ ગયા. પ્રમુખસ્વામીને મારો શો સારો લાગ્યો એટલે તેમને મને જતા જતા કહ્યું કે કે.લાલ તમારો શો જોવા માટે હજારો લોકો આવે છે તો તમે તમારા શો માં આવતા લોકોને વ્યસન મુક્તિ તરફ વાળો તો સારું રહેશે.
ત્યારબાદ કે.લાલ જાદુગરે કહ્યું કે આ વાત મારા માટે ખુબજ સારી વાત કહેવાય. તેથી જો હું તમારી આ એડ કરીશ તો હું પ્રમુખસ્વામી મહારાજને આપેલા વચનનું શું એટલે હું તમારી આ એડ ન કરી શકું. ખરેખર આને જ કહેવાય સાચા સંતના સંગનું પરિણામ. આપણે જાણીએ છે કે, પ્રમુખ સ્વામી મહારાજ એ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ હતા અને આજે મહંત સ્વામી પણ અનંત જીવોને એ જ માર્ગે લઇ જઈ રહ્યા છે.