પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી 35 ટુકડા કરી નાખ્યા ! ટુકડા છુપાવા માટે ફ્રીજ પણ લીધું અને પછી રોજ રાત્રે ટુકડા…કારણ ફક્ત એટલું કે
ગ્રીષ્મા હત્યા કેસ વિશે તો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ, હાલ તો તેના આરોપી ફેનિલને સજા પણ મળી ગઈ છે પરંતુ દેશમાંથી વધુ એક આવી ઘટના સામે આવી છે જેમાં એક પ્રેમીએ પોતાની પ્રેમિકાનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી અને પછી તેના લગભગ 35 જેટલા અલગ અલગ ટુકડા પણ કરી નાખ્યા હતા. આ ઘટના એટલી ક્રૂર છે કે જે પણ વ્યક્તિ આના વિશે વાંચે છે તેને સૌ કોઈની કંપારી જ ઉઠી જાય છે.
જણાવી દઈએ કે આ પૂરી ઘટના દિલ્હીના મહેરૌલી વિસ્તાર માંથી સામે આવી છે જ્યાં શ્રધા નામની યુવતી અને આફતાબ નામનો યુવક પ્રેમ સબંધ માં હતા, એવામાં બંને વચ્ચે લગ્નની વાત વિશે ઝગડો થતા આફતાબે પ્રેમિકા શ્રધાનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી અને પછી તેના 35 જેટલા અલગ અલગ ટુકડા કરી નાખ્યા હતા, એટલું જ નહી આ ટુકડાને રાખવા માટે તેણે એક ફ્રીજ પણ ખરીદી લીધું હતું. આ ફ્રીજમાં તે શ્રધાના ટુકડા રાખતો અને રોજ જંગલમાં આ ટુકડાને ફેકી દેતો હતો.
જાણવા મળ્યું છે કે બંનેની પેહલી મુલાકાત મુંબઈમાં માલાડ વિસ્તારમાં આવેલ કોલ સેન્ટરમાં થઇ હતી, જે બાદ બંને વચ્ચે મિત્રતા થઇ અને આ મિત્રતા પ્રેમમાં પરિવર્તિત પામી હતી. મૃતક શ્રધાના પરિવારજનોને આ પ્રેમ સબંધ સ્વીકાર ન હતો આથી શ્રધા અને આફતાબ દિલ્હી ભાગી ગયા હતા, જ્યાં તેઓ બંને લીવઇન રિલેશનમાં રેહતા હતા. પોલીસનું એવું માનવું છે કે જયારે તેઓ લીવઇન રીલેશનમાં હતા ત્યારે શ્રધાએ આફતાબને લગ્ન વિશે કહ્યું હતું પરંતુ આફતાબ લગ્ન માટે આનાકાની કરતો હતો.
આ ઘટના વિશે તો ત્યારે જાણ થઇ કે જ્યારે 18 મેં બાદ શ્રધાએ પરિવારજનોનો ફોન ઉપાડવાનું બંધ કરી દીધું. જે બાદ ચિંતાતુર બનેલ પિતા વિકાસ મદને દીકરીની હાલત જાણવા માટે 8 નવેમ્બર દિલ્હી પોહચી ગયા હતા જ્યાં શ્રધાના ઘર જતા ત્યાં તાળું જોવા મળ્યું હતું. પિતાએ આખું દિલ્હી છાન મારી લીધું તેમ છતાં તેની દીકરી ન મળતા પિતા વિકાસ મદને પોલીસને જાણ કરી હતી અને દીકરી અપહરણ થઇ હોવાની ફરિયાદ નોંધાવી હતી.
આ બાદ પોલીસે પ્રાથમિક તપાસ દ્વારા પૂરી ઘટના વિશે જાણી લીધું હતું, સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે શ્રધાએ આફતાબને લગ્નનું દબાણ કરતી હોવાને વાતને લઈને બંને વચ્ચે ઝગડો થયો હતો. આ ઝગડાને ધ્યાનમાં રાખીને જ આફતાબે શ્રધાનું ગળું દબાવીને મૌતને ઘાટ ઉતારી દીધી હતી. શ્રધાની હત્યા કર્યા બાદ પણ આરોપી આફતાબે તેના મૃતદેહના લગભગ 35 જેટલા ટુકડા કર્યા હતા અને તેને 18 દિવસો સુધી દિલ્હીમાં જુદી જુદી જગ્યાએ ફેકીને લાશને ઠેકાણે લગાવી દીધી હતી.
તપાસમા જાણવા મળ્યું છે કે આરોપી આફતાબે આરી વડે શરીરના ટુકડા કરી નાખ્યા હતા અને આ ટુકડાને તે થેલીમાં નાખીને ફ્રીજમાં રાખી દેતો હતો આથી કોઈને લાશનું દુર્ગંધ ન આવે. રાત્રીના લગભગ 2 વાગ્યે તે આ ટુકડાઓને જંગલમાં ફેકવા માટે જતો હતો. આરોપી આફતાબની હાલ પોલીસે ધરપકડ કરી લીધી છે, પૂછતાછમાં જાણવા મળ્યું છે કે આફતાબ પર શ્રધાએ લગ્નનું દબાણ નાખતી હોવાને લીધે તેણે હત્યા કરી છે. આ ઘટના લગભગ 6 મહિના જેટલી જૂની હોવાનું સામે આવ્યું છે.