એક વિડીઓ ના કારણે પોલીસ ની નોકરી ગઈ પરંતુ હવે એ જ વિડીઓ ના કારણે ફેમસ થઈ ગય અને હવે…

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે અલ્પિતા ચૌધરી નામ ની મહિલા કોન્સ્ટેબલ વીડીઓ ને લઈને વિવાદ મા આવી ચુકી છે અને બાદ મા તે યુ ટ્યુબ સ્ટાર પણ બની ગઈ હતી ત્યારે આવુ એક અન્ય મહીલા પોલીસ સાથે પણ થયુ હતુ. ઉત્તર પ્રદેશ ની મહિલા પોલીસ કોન્સ્ટેબલ પ્રિયંકા પણ વિડીઓ ને લઈ ને વિવાદ મા આવી હતી.

આ મહીલા એ પણ રીવોલ્વર સાથે વિડીઓ બનાવતા વિવાદ ઉભો થયો હતો અને આખરે યુ.પી પોલીસે તેને પોલીસ માથી તેણે રાજીનામું ધરી દિધુ હતુ. મહીલા ની નોકરી તો જતી રહી હતી પરંતુ તેને એક બીજી સફળતા હાથ લાગી હતી મહીલા ના Instagram ફોલોવર મા 50 હજાર નો વધારો થયો હતો.

જ્યારે પ્રિયંકા મિશ્રા એ રાજીનામું આપ્યુ હતુ ત્યારે યુ.પી પોલીસે તેનો સ્વીકાર કરી લીધો હતો અને સાથે પ્રિયંકા ને એક નોટીસ પણ પાઠવવા મા આવી હતી જેમા પોલીસે 1 લાખ 52 હજાર રુપીયા ટ્રેનીંગ ખર્ચ ના રુપે પરત આપવા જણાવ્યું હતુ અને પ્રિયંકા એ પરત પણ આપ્યા હતા.

પ્રિયંકા નો રીવોલ્વર રાની નો વિડીઓ જયાર થી વાયરલ થયો છે ત્યાર થી તેની લોક ચાહના વધી હતી અને ફેસબુક અને instagram પર ફોલોવર મા ખુબ વધારો થયો હતો સાથે તેને વેબ સીરીઝ મા પણ કામ કરવાની ઓફર મળી હતી સાથે લોકો મોડલીંગ કરવાનુ પણ જણાવી રહ્યા છે.

એક ડિજિટલ સાઈટને આપેલા ઈન્ટરવ્યુમાં પ્રિયંકા મિશ્રાએ કહ્યું કે હું વેબ સિરીઝ અને મોડેલિંગ પર બિલકુલ ધ્યાન આપવા માંગતી નથી. હું ફક્ત મારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરીશ. હું સિવિલ સર્વિસની તૈયારી કરીશ, જેટલો સમય મળશે એટલો હું તેને અભ્યાસમાં આપીશ. હું મારા અભ્યાસમાં 100 ટકા આપીશ, મને ખબર નથી કે આગળ શું થશે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *