પત્નીને ઝેર આપીને યુવાને આપઘાત કર્યો!11 દિવસનો દીકરો થયો નોંધારો…

હાલમાં પરિસ્થિતિ એવી વિકટ થઈ ગઈ છે કે, અવારનવાર આપઘાતનાં બનાવ સામેં આવી રહ્યા છે. ત્યારે હાલમાં જ એક પતિ એ પહેલા પોતાની પત્નીને મારી નાખી ત્યારબાદ તેને પોતે આપઘાત કરીને જીવન ટૂંકાવી દિધુમ ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખ દાયક છે. કારણ કે આ ઘટના પાછળ માત્ર એજ કારણ હતું કે,યુવક પોતાના જીવન થી કંટાળી ગયો હતો.આવું પગલું ભરતા તેમનો નાનો દીકરો અનાથ બની ગયો અને પરિવાર જનો પણ શોકની લાગણીના મુકાઈ ગયા.

આ ઘટના છે,સહારનપુર ની જ્યા ધર્મપુર ગામમાં આ ઘટના ઘટી. દોઢ વર્ષ પહેલાં આ બંને દંપતી નાં લગ્ન થયા હતા અને 11 દિવસ પહેલા જ તેની પત્ની એ બાળક ને જન્મ આપ્યો હતો. પરિવારમાં ખુશીઓનો માહોલ હતો પરંતુ હકીકતમાં બંને પતિ પત્ની વચ્ચે મતભેદો હતા. આ જ કારણે યુવાને તેની પત્નીને ઝેર આપીને મારી નાંખી અને ત્યારબાદ પોતે પણ તેનું જીવન ટૂંકાવ્યું અને ફાંસી લઈ લીધી.

આત્મ હત્યા કરતા પહેલા તેને સુસાઇડ નોટ લખી રાખી એમા લખ્યું કે, હું મારા લગ્ન જીવન થી ખુશ નથી. જેની સાથે લગ્ન કર્યા તેને મારું જીવન બરબાદ કરી નાખ્યું છે અને હું મારા જીવન થી કંટાળી ગયો છું એટલે હું આત્મહત્યા કરું છું. કહ્યું કે મારા દીકરાને મારી મા ને સોંપી દેવામાં આવે.આટલું લખ્યું અને કહ્યું કે, મારી અંતિમ સંસ્કારની વિધિ મારું બહેનો આવ્યા પછી જ કરે. ખાસ વાત કે, યુવાને પોતાના વોટ્સએપ સ્ટેસ્ટમાં પણ આ વાત જણાવી અને પોતાના ફોનનો પાસવર્ડ લખી રાખ્યો.

ખરેખર સુસાઈડ નોટમાં તેને એ ના બતાવ્યું કે, ક્યાં પવિત્ર સંબંધોને બરબાદ કરેલ અને તેની પત્નીએ તેની સાથે શું દગો કરેલ તે તમામ વાતો દફન થઈ ગઈ. પોલીસને વાતની જાણ થતાં તમામ કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આ ઘટનાને લીધે એક નહિ પરંતુ 4 જીવન બરબાદ થઈ ગયા છે,જેમાં નાના બાળક એ તો મા અને બાપ બને ગુમાવ્યા. ખરેખર ઈશ્વર મૃતકની આત્માને શાંતિ આપે તેમજ પરિવારને દુઃખ સહન કરવાની શકતી આપે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *