સુરત આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રમુખ બટુકભાઇ વડોદરીયા ને સસ્પેન્ડ કરાયા ! કારણ કે

ગુજરાતમા આમ આદમી પાર્ટી આગામી વિધાનસભા ને ધ્યાન રાખી ને ફુલ જોશ મા તૈયારી કરી રહ્યા છે ત્યારે અનેક યુવાનો ને પક્ષ મા જોડવામાં આવી રહ્યા છે અને ગુજરાત ના વિવિધ ગામડા આમ આદમી પાર્ટી ના મોટા નાતાઓ જન સંપર્ક કરી રહ્યા છે ત્યારે ગઈ કાલે આમ આદમી પાર્ટી ના એક નેતા ને પાર્ટી માથી સસ્પેન્ડ કરવા મા આવ્યા છે. જેનુ નામ બટુકભાઈ વડોદરીયા છે અને જેવો સુરત જીલ્લા ના આમ આદમી પાર્ટી ના પ્રમુખ હતા.

આ અંગે આમ આદમી પાર્ટી ના ના ફેસબુક પેજ પર એક વેટર પોસ્ટ કરયો છે જેમાં લખવામાં આવેલુ છે કે ” સૌ મીડિયા સાથીઓને જય ભારત સાથે જણાવવાનું કે, આમ આદમી પાર્ટીમાં સુરત જીલ્લાના પ્રમુખ તરીકે કામ કરતા શ્રી બટુકભાઈ વાડદોરીયા વિશે હાલ જાણવામાં આવ્યું છે કે, તેઓ આમ આદમી પાર્ટીના સુરત જીલ્લાના કાર્યકર્તાઓ તેમજ પાર્ટીના અન્ય હોદ્દેદારોને પાર્ટી વિરુદ્ધ ભડકાવી રહેલ છે. વધુમાં જાણવા મળ્યા મુજબ તેઓ છેલ્લા ઘણા સમયથી છુપી રીતે ભાજપ પક્ષની તરફેણ અને મદદ કરી રહેલ છે તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં પદાધિકારી વિરૂદ્ધમાં અસંતોષ પેદા થાય તેવી ઉશ્કેરણીજનક પ્રવૃત્તિ કરી રહેલ છે.

આથી, શ્રી બટુકભાઈ વાડદોરીયાને પાર્ટી વિરુદ્ધની કામગીરી કરવા બદલ આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રમુખ તરીકેના હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવે છે તેમજ પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી પણ તાત્કાલિક અસરથી દુર કરવામાં આવે છે.

આ અગાવ પણ પક્ષ ગુજરાત આમ આદમી પાર્ટી મા મહિપતસિંહ ચૌહાણ ને યુવા વિંગ ના પ્રમુખ બનાવવા મા આવ્યા હતા પરંતુ તેવો એ બે દિવસ ની અંદર જ કોઈ વિવાદ ને લઈ ને આમ આદમી પાર્ટી ના યુવા પ્રમુખ પદે થી રાજીનામું આપી દીધું હતુ.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *