ચાલીસ વર્ષથી રામ ભરોસે આ બાપા અન્નસેત્ર ચલાવી રહ્યા છે, રોજ મજુરોનું પેટ ભરે છે.
આપણા ગુજરાતીમાં કહેવાય છે ને કે, જ્યાં અન્નનો ટુકડો ત્યાં હરિ ઢુંકડો! ઘર આંગણે આવેલા વ્યક્તિને ક્યારેય ભૂખ્યો ન જવા દેવા જોઈએ એ પછી કોઈ વ્યક્તિ હોય કે પછી કોઈ પુશુપક્ષી.દરેક જીવનની આંતરડી ઠારવી એ તો પુણ્યનું કામ કહેવાય છે. ઘણા લોકો એવા હોય છે કે, જે અવિરતપણે લોકોની સેવા કરતા રહે છે અને ભૂખ્યાને ભોજન કરવાવા માટે અન્નસેત્ર ચલાવવતા હોય છે.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, પોપટભાઈ ફાઇન્ડેશન દ્વારા અનેક વખત આવા પ્રેરણાદાયી અને સેવાકરતા અને જરુરીયાતમંદોની સેવા કરે છે ત્યારે આજે આપણે એક એવા બાપા વિશે જાણીશું જે છેલ્લા 40 વર્ષ થી મજુર લોકો મારે સેવા કરી રહ્યા છે અને તેમને ભોજન કરાવી રહ્યા છે. તેઓ રોજના 200 થી વધારે વ્યક્તિને વિના મુલ્યે ભોજન કરાવે છે અને આ તમામ કાર્ય રામભરોસે ચાલે છે.
કહેવાય છે ને કે, આપણે સેવા ન કરી શકીએ પરતું ધનથી જો સેવા થતી હોય તો આપણે સહયોગ કરી શકીએ અને આમ પણ આ મહામારીમાં અનેક લોકોએ ભૂખ્યાને અન્નનો દાણો આપ્યો છે, ત્યારે આ મોરબીના બચુ બાપા જે ભગીરથ કાર્ય કરી રહ્યા છે તેમાં આપણે પણ આપણું સહયોગ આપીએ અને લોકોને ભોજન કરાવીએ. ફૂલ નહિ તો ફૂલની પાંખડી જ પણ એ પુણ્યનું ભાથું કહેવાશે. આજે આપણે કોઈની આંતરડી ઠારીશું તો ઉપર વારો એક દિવસ આપણને વારે આવશે. આ લેખ સાથે વીડિયો આપ્યો છે જેમાં તમે જોઈ શકો છો કે આ બાપા કંઈ રીતે કાર્ય કરી રહ્યા છે અને આપ જો આ કાર્યમાં દાન આપવા ઇચ્છતા હોય ફાઉન્ડેશન સંપર્ક કરી આપી શકો છો.