રાજકારણ મા ખળભળાટ ! રાજવી કેશરીદેવસિંહ ઝાલાએ ઉમેદવારી કરવા ફોર્મ ઉપાડયું….જાણો ક્યા પક્ષ માથી ચુંટણી લડી શકે

વાંકાનેર બેઠકને લઈ રાજકીય ઘમાસાણ બોલી રહ્યું છે. રાજવી કેશરીદેવસિંહ ઝાલા ઉમેદવારી કરવા માટે ફોર્મ ઉપાડયું છે. ચાલો ત્યારે અમે આપને જણાવીએ કે રાજવી સાહેબ કઈ પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે. જીતુભાઈ સોમાણીને ભાજપે ટિકિટ ફાળવતા ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. ભાજપની પ્રદેશ નેતાગીરી ટિકિટ બાબતે ફેર વિચારણા નહીં કરે તો આ બેઠક ઉપર ભાજપે ચોકડી મારી દેવાની રહેશે તેમ ક્ષત્રિય આગેવાનોએ કહ્યું છે.

વાંકાનેર – કુવાડવા બેઠક માટે ઉમેદવાર તરીકે જીતુભાઈ સોમાણીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જે પછી ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે અને ક્ષત્રિય સમાજના લોકો વાંકાનેરમાં દરબાર બોર્ડિંગ ખાતે એકત્રિત થયા હતા અને ભાજપની પ્રદેશ નેતાગીરી વાંકાનેરની ટિકિટ માટે ફરી વિચારણા કરે નહીં તો આ બેઠક ગુમાવી પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવાની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે અને ફોર્મ ભરવામાં આવી રહ્યા છે. આજે રાજપૂત સમાજના આગેવાનો વાંકાનેર ગરાસિયા બોર્ડિંગ ખાતે એકત્રિત થયા હતા અને જય ભવાનીના નારા લગાવીને હાલમાં પ્રદેશની નેતાગીરી દ્વારા જે ટિકિટ આપવામાં આવી છે તેને લઈને આક્રોશ વ્યક્ત કર્યો હતો.

ખાસ કરીને ભાજપને વાંકાનેર શહેર અને તાલુકા વિસ્તારમાં મજબૂત બનાવવા માટે છેલ્લા ઘણા વર્ષોથી કામ કરતા વાંકાનેરના મહારાણા કેશરીદેવસિંહ ઝાલાની અવગણના કરવામાં આવી છે, જેથી કરીને ક્ષત્રિય સમાજના લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે તેની સાથોસાથ આ બેઠક ઉપર કોળી સમાજનું પણ વર્ચસ્વ હોવા છતાં કોળી સમાજના આગેવાનોની પણ અવગણના કરવામાં આવી છે.

ક્ષત્રિય સમાજના રાજેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું અને વધુમાં આગેવાનોએ જણાવ્યું હતું કે, કેશરિદેવસિંહ ઝાલાએ અપક્ષમાં ઉમેદવારી કરવા માટે ફોર્મ ઉપાડયું છે જોકે ભાજપની પ્રદેશની નેતાગીરી આ ટિકિટ બાબતે ફેર વિચારણા નહીં કરે તો આ બેઠક ઉપર ભાજપે ચોકડી મારી દેવાની રહેશે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *