વાલીઓ માટે ચેતવણીરુપ કિસ્સો ! નડિયાદ મા 8 વર્ષના બાળકનો બાળક એવી વસ્તુ ગળી ગયો હતો કે માંડ માંડ જીવ બચ્યો…જાણો શુ

આ કિસ્સો દરેક વાલીઓ માટે ચેતવણી સમાન છે. આપણે જાણીએ છે કે, અવારનવાર બાળકો વસ્તુઓ રમત-રમતમાં મોંઢામાં નાંખી દેતા હોય છે. આ વસ્તુઓ ક્યારેક બાળકનો જીવ પણ જોખમમાં મૂકી શકે છે. હાલમાં જ એક આવી ઘટના
નડિયાદમાં બની છે. 8 વર્ષનાં બાળકે બાળક ધારદાર વસ્તુ ગળી જતા તેને તાત્કાલિક જ આંખ, નાક ગળાના સ્પેશ્યાલિસ્ટ ઈ.એન.ટી સર્જન ડૉ. સુપ્રીત પ્રભુની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આ બાળકનો જીબ બચાવવો ખૂબ જ જોખમી હતું પરંતુ ડોક્ટરે ભારે મહેનત બાદ સફળ ઓપરેશન કરી તિક્ષ્ણ વસ્તુ બહાર કાઢી બાળકનો જીવ બચાવ્યો હતો. આ ઘટના અંગે ડૉ. સુપ્રીત પ્રભુએ જણાવ્યું હતું કે, મને એક 8 વર્ષના બાળકનો જીવ બચાવવાની તક મળી. જે બદલ ઈશ્વરનો આભાર માનું છું. બાળક ભૂલથી દાંત વડે તીક્ષ્ણ ધાતુના પદાર્થને ગળી ગયો હતો. જેની અસર અન્ન નળીમાં થઈ હતી. દોષરહિત એનેસ્થેસિયા માટે સુધીર સક્શેના અને સ્ટાફ પરિવારની જહેમતથી અમને સફળતા મળી હતી.

આમપણ એક રીતે જોઈએ તો, ડોક્ટરએ ભગવાનનું રૂપ ગણાય છે અને તેમના દ્વારા જ અનેક લોકોના જીવ બચે છે.જે હોસ્પિટલમાં બાળકને દાખલ કરવામાં આવ્યો ત્યાં ગોલ્ડમેડાલિસ્ટ ડૉ.સુપ્રીત પ્રભુ ઈ એન ટીમાં નિષ્ણાત છે. ઉત્તરાયણ સમયે દોરીથી ગળાની નસ કપાઈ જતી હોય છે, ત્યારે તેઓ દ્વારા સફળતમ રીતે ઑપરેશન કરી જીવતદાન આપવાના અનેક કિસ્સા છે.

આવા અનેક કિસ્સાઓ આપણને જાણવા મળતા હોય છે છતાં પણ યોગ્ય રીતે આપણે બાળકની કાળજી રાખતા નથી એજ દરેક વાલીઓની ભૂલ હોય છે. દરેક વાલીઓએ પોતાના બાળકોને સમજાવવું જોઈએ કે, ક્યારેક પણ કોઈ ચીજવસ્તુઓ મોંઢામાં ન નાખવી જોઈએ તેમજ વાલીઓએ ધ્યાન એ રાખવું જોઈએ કે, બાળકને એવી વસ્તુઓ પણ ન આપો કે રમત-રમતમાં મોંઢામાં નાંખી દે અને પોતાનો જીવ જોખમમાં મૂકી દે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *