ટીના અંબાણીએ સસરા ધીરુભાઈ અંબાણી ના નામે આ જગ્યા પર બનાવી ખાસ હોસ્પિટલ ! જુઓ કેવી સુવિધા અને…
અંબાણી પરિવાર હંમેશા ચર્ચાનો વિષય રહે છે. આપણે જાણીએ છે કે, ધીરુભાઈ અંબાણીનાં બંને દીકરા મુકેશ અનિલ અંબાણીનો વ્યવસાય અને વ્યવહાર અલગ છે. એક તરફ અંબાણી ધનવાનની યાદીઓમાં ટોચ પર છે, ત્યારે અનિલ અંબાણીની આર્થિક પરિસ્થિતિ એટલી સારી નથી રહી. એક સમયે મુકેશ અંબાણી એ પોતાના ભાઇ અનિલ અંબાણીનું 500 કરોડનું દેવુ ચૂકતે કર્યું હતું.
એક તરફ મુકેશ અંબાણી દિવસે ને દિવસે ભારતના પવિત્રયાત્રા ધામની મુલાકાત લઈને દાન ધર્મ કરી રહ્યા છે, ત્યારે એવામાં હાલમાં જ મુકેશ અંબાણી એ પોતાના પિતાના નામથી એક ભવ્ય અને આલીશાન સુવિધાયુક્ત હોસ્પિટલ શરૂ કરી છે. ધીરુભાઈ અંબાણીનાં નામથી શરૂ થયેલ આ હોસ્પિટલની તસ્વીરો અને આ અંગેની ખબર ટીના અંબાણીએ સોશીયલ મીડિયાનાં માધ્યમથી આપી છે.
ટીના અંબાણી દ્વારા આ ખુશ ખબર આપવામાં આવી છે અને સાથોસાથ હોસ્પિટલનાં શુભારંભની તસ્વીરો પણ શેર કરવામાં આવી છે. આ તસવીરો સાથે પોતાની લાગણી પણ વ્યક્ત કરી છે. તા. 1 નવેમ્બર 2022ના રોજ, ટીના અંબાણીએ મધ્યપ્રદેશના ઈન્દોરમાં કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલના ભવ્ય લોન્ચ ઈવેન્ટની તસ્વીરો તેમના ઈન્સ્ટા હેન્ડલ પરથી શ્રેણીબદ્ધ તસવીરો શેર કરી. તસ્વીરોમાં, ટીના ગ્લેમરસ દેખાઇ રહ્યા છે.
આ તસવીરોમાં હોસ્પિટલ સ્ટાફ, ડોકટરો અને ઇવેન્ટમાં હાજર અન્ય લોકો સાથેની તસ્વીરો શેર કરી છે. આપણે જાણીએ છે જે અંબાણી પરિવારના ઇષ્ટદેવ શ્રીનાથજી છે. આ હોસ્પિટલમાં પણ તેમણે શ્રીનાથજીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરીને પૂજા અર્ચના કરી હોસ્પિટલનો શુભારંભ કર્યો છે. ખરેખર આ આ દ્રશ્ય ખૂબ જ સુંદર છે. આ તસવીરો શેર કરતાં ટીનાએ લખ્યું, “શહેરની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ માટે એક નવી સવાર, ભવિષ્ય માટે તૈયાર છે. ઈન્દોરમાં અમારું સોફ્ટ લોન્ચ એ અમારી પરિવર્તનકારી સ્વાસ્થ્ય યાત્રાનું આગલું પગલું છે. જાદુઈ ઊર્જા અને હવામાં હૃદયનું સ્વાગત કરો આભાર. ઇન્દોર, અમે તમારી સેવા કરવા તૈયાર છીએ.”
અમે આપને જણાવી દઈએ કે, આ નવી શુભારંભ થયેલ હોસ્પિટલ મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં શરૂ થઈ છે. ટીના અંબાણી દ્વારા તમામ હોસ્પિટલોનું મુખ્યત્વે દેખરેખ રાખવામાં આવે છે. આ તસ્વીરો એક વાત તમે નોંધી શકો છો કે, મુકેશ અંબાણી પરિવારના કોઈપણ સભ્ય આ શુભારંભ પ્રસંગે હાજર નથી. ખરેખર આ એક ચોંકાવનારી વાત કહેવાય કે આટલો મોટો પ્રસંગ હોવા છતાં તેમના પરિવારજનોને આમંત્રણ આપવામાં ન આવ્યું.