Gujarat

.કાલે તણાએલી કાર મા ઉદ્યોગપતિ પેલિકન કંપની ના માલીક કિશનભાઈ શાહ નો પાર્થિવ દેહ આ જગ્યા પર થી મળી આવ્યો

ગુજરાત રાજ્ય મા અને ખાસ કરી ને રાજકોટ , જામનગર અને જૂનાગઢ મા મેઘ તાંડવ જોવા મળ્યો હતો ત્યારે સોસિયલ મીડીયા મા અનેક એવી ઘટના ના વીડીઓ વાયરલ થયા હતા જેમા કાર તણાતી હોય અને પશુ પણ તણાતા હોય ત્યારે રાજકોટ નો પણ એક વિડીઓ વાયરલ થયો હતો જેમાં એક આઈ-20 કાર તણાઈ રહી હતી.આ ઘટના મા જાણવા મળ્યુ હતું કે ત્રણ લોકો હતા. અને કોઈ એ આ વિડીઓ સોસિયલ મીડીયા પર પણ શેર કર્યો હતો.

આ ઘટના અંગે જાણવા મળ્યુ હતુ કે આ કાર ખીરસરા ગામ પાસે આવેલા છાપરા ગામ નજીક નો છે અને આ કાર મા પેલિકન ફેક્ટરીના માલિકની i 20 કાર હતી જે પાણી મા તણાઈ હતી. અને ત્રણ લોકો સવાર હતા જેમા પેલિકન કંપની ના માલીક કિશનભાઈ શાહ પણ હતા અને જયારે કાર તણાઈ રહી હતી ત્યારે એક વ્યક્તિ ને બચાવી લેવામા આવ્યો હતો. જયારે છેલ્લા 24 કલાક થી અન્ય બે લોકો ની શોધખોળ કરવા આવી રહી હતી.

ત્યારે આ કામ મા પોરબંદર નેવીની ટીમને સર્ચ ઓપરેશન કર્યુ હતુ અને તેવો ને સવારેથી 6 વાગ્યા ના સમયે પેલિકન કંપની ના માલીક કિશનભાઈ શાહ ની લાશ આઈ-20 કાર પાછળ ના ભાગ માથી મળી આવી હતી. અને કાર બનાવ ના 500 મીટર દુર કાદવ મા ખુપેલી હતી જ્યારે ડ્રાઈવર હજુસુધી લા પતા છે.

આ ઘટના ત્યારે બની હતી જ્યારે કિશનભાઈ શાહ અને તેના ડ્રાઈવર સહીત અન્ય ત્રણ લોકો છાપરા ફેક્ટરીએ જવા નીકળ્યા હતા. આ પાંચેય લોકો જ્યારે આણંદપર-છાપરા ગામે આવેલા બેઠા પુલ પર પહોંચ્યા ત્યારે પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો હતો. ત્યારે બે લોકો કાર માથી ઉતરી ગયા હતા જ્યારે ત્રણ લોકો કાર સાથે તણાયા હતા અને એક વ્યક્તિ ને તણાતી વેળાએ બચાવી લેવામા આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!