ગજરાત અખબાર
સોસિયલ મીડીયા પર હાલ એક વિડીઓ ખુબ વાયરલ થઈ રહ્યો હતો જે અર્જુન ઠાકોર નો હતો જેમા ગળા મા કોબરા સાપ છે અને ગીત વાગી રહ્યુ છે ” ગોગો લખે છે મારો ચોપડો રે , હિસાબ માગે રોકડો રે ” આ ગીત મા અર્જુન ઠાકોર ના ગળા મા હતો. આ વિડીઓ ખુબ વાયરલ થતા જીવ દયા પ્રેમીઓ એ કાર્ય વાહી કરવાની માંગ ઉઠાવી હતી. જયારે બાદ વન વિભાગ પણ હરકત મા આવ્યુ હતુ.
જાણવા મળતી વિગતો ડીસા ઝાબડિયા ગામના અર્જુન ઠાકોર કે જેવો ગાયક કલાકાર છે અને આ વિડીઓ તેવો એ પોતાના સોસિયલ મીડીયા અકાઉન્ટ instagram પર પણ મુક્યો હતો. અને સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ થયા બાદ વનવિભાગ દ્વારા અર્જુન ઠાકોરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ વિડીઓ મા જોઈ શકાય છે કે ગાયક કલાકાર અર્જુન ઠાકોર પોતના બે હાથ મા કોબરા સાપ ને પકડી રાખ્યો છે અને ગળા મા પણ વિટાળેલો છે અને સાથે ગીત પણ વાગી રહયુ છે. જયારે આ વિડીઓ અંગે વન વિભાગે તપાસ હાથ ધરી હતી. ડીસા ફોરેસ્ટ વિભાગ દ્વારા ઝાબડીયા ગામના અર્જુન ઠાકોરની અટકાયત કરી તેને ફોરેસ્ટ કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો.જ્યાં વન્ય સંરક્ષણ અધિકારી લાલજી રાતડા દ્વારા અર્જુન ઠાકોર અને વીડિયો બનાવનાર અશોકભાઈ વણજારા સામે ભારતીય વન્ય પ્રાણી સંરક્ષણ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.
View this post on Instagram
વિડીઓ મા જે સાપ દખાઈ રહ્યો છે તે કોબરા છે અને તે અતિઝેરી ન્યુરોટોક્સિક ઝેરવાળો સાપ છે. અને ગુજરાત સરકારના અધિનયમ 1972ના વન્ય જીવસૃષ્ટિના કાયદા મુજબ આ સાપ રક્ષિત છે. પરંતુ સિંગર દ્વારા આ કાયદા ને નેવે મુકી વિડીઓ ઉતાર્યો હતો. ઘણા લોકો સસ્તી પ્રસિધ્ધ માટે આવુ કાર્ય કરતા હોત છે.