લગ્નમાં વરરાજાના બદલે તેની બહેન નવવધૂ સાથે સાત ફેરા ફરે છે! પોતાના લગ્નમાં વરરાજો ઘરે બેસીને..
આપણી પંરપરાઓ ધર્મ અને જ્ઞાતિ એ બદલાઈ છે અને ખરેખર દરેક લોકો પોતાની વર્ષો જૂની પંરપરાઓને જીવંત રાખે છે. આજે અમે આપને એક એવા રિવાસ વિશે જણાવીશું જેને જાણીને તમે પણ ચોંકી જશો અને ખરેખર આ એક નવીન પ્રકારનો રિવાજ છે. આપણે ત્યાં લગ્નનો પ્રસંગ ખૂબ જ ધામ ધૂમ થી ઉજવવામાં આવે છે અને ત્યારે આ પ્રસંગમાં દરેક લોકોની અનોખા રિવાજો હોય છે જેને લોકો આજે પણ જાળવી રાખે છે. આજે એક ખૂબ જ અનોખા રિવાજ વિશે જણાવશું.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, જ્યારે વર અને વધુ અગ્નિ ની સાક્ષી એ સાત ફેરા ફરે છે અને સેંથામાં સિંદૂર પૂરે છે, ત્યારે લગ્ન સંપન્ન થાય છે. નવયુગલ પતિ અને પત્નીના પવિત્ર બંધન બંધાઈ જાય છે. ત્યારે તેની સાથે અનેક સબંધો બંધાઈ જાય છે. હવે તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે, નવી વધુ એ પોતાનાં પતિના બદલે તેનાં પતિની બહેન સાથે ફેરા ફરવા પડે છે. ખરેખર આ વાત સત્ય છે. ગુજરાત ના છોટાઉદેપુર ના આ ત્રણ ગામડામાં હાલમાં પણ ચાલુ છે. જે ત્રણ ગામડા સુરખેડા, નદાસા અને અંબલ છે. આ ગામડા આદિવાસી લોકોના ગામડા છે.
આ ગામડામાં આજે જ્યારે લગ્ન થાય છે ત્યારે જાનમાં વરરાજા પોતાના લગ્નમાં જતા નથી અને તેના બદલે વરરાજાની બહેન દુલ્હન સાથે સાત ફેરા ફરે છે આ ગામડામાં વરરાજા વગર જ મંડપ નીચે ચોરીના ફેરા ફરવામાં આવે છે. વરરાજાની જગ્યાએ તેની બહેન જાન લઈને દુલ્હનના ઘરે જાય છે.
વરરાજા ની બેન પોતાની થનાર ભાભી સાથે આ વિવાહ ની તમામ વિધિ મા સામેલ થાય છે. વરરાજા ની બહેન દુલ્હન સાથે સાત ફેરા પણ ફરે છે. આ બાદ તે પોતાની ભાભી ને લઈ ને ઘરે આવે છે. પોતાના જ લગ્નમાં વરરાજો તૈયાર થઈને હાથ મા ખાંડું લઈને તૈયાર થઈને બેસે છે. પરંતુ તે પોતાના જ લગ્ન મા જતા નથી.
વરરાજા મંડપ મા જવાને બદલે પોતાની માતા સાથે ઘરે જ રહીને દુલ્હન ના આવવાની રાહ જુએ છે. જેમાં આપણે અહિયાં લગ્ન ની વિધિ જે વરરાજા સાથે કરવામા આવે છે તે ત્યાં તમામ વિધિ વરરાજા ની બહેન સાથે કરવામા આવે છે. એ લોકો એમની પરંપરાનું મહત્વપૂર્ણ રૂપે પાલન કરીને એમની પરંપરા ને માન આપીને જાળવી રાખે છે.આમ આપણા ગુજરાતીમાં કેહવાય છે ને કે, બારે ગામ બોલી બદલાઈ ત્યારે આ પ્રદેશ છે જ્યાં દરેક વ્યક્તિ પોતાની સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખે છે.