અમેરિકામાં વધુ એક ગુજરાતી યુવકનું દુઃખદ નિધન!! એક બે નહિ પણ 14 વાહનો શરીર પરથી પસાર થઇ ગયા… પુરી ઘટના જાણી ધ્રુજી જશો
હાલમાં જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના વિશે જાણીને તમારી આંખમાં આંસુઓ છલકી જશે. વાત જાણે એમ છે કે, અમેરિકામાં ગુજરાતી યુવાનનું હિટ એન્ડ રનના કારણે દુઃખદ નિધન થયું છે. આ બનાવ અંગે વધુ વિગત વાર જાણીએ. આ જગતમાં ક્યારે શું બની જાય છે, એ કોઈ નથી જાણતું.
પાટણનો દર્શિલ પાસે 10 વર્ષના વિઝીટર વિઝા હોવાથી અમેરિકા ફરવા માટે ગયો હતો પરંતુ તેને ક્યાં ખબર હતી કે તે ક્યારેય પરત નહિ આવી શકે. કહેવાય છે ને કે મોત ગમે ત્યારે આવી શકે છે. આવી જ કરુણ ઘટના આ યુવાન સાથે પણ બની.મૃતક દર્શીલ પાટણની શિવકૃપા સોસાયટીમાં રહેતા અને ખોડાણા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષકની ફરજ બજાવતા રમેશભાઇ ઠક્કરનો નાનો દીકરો હતો.
જે હાલમાં જ ટુરિસ્ટ વિઝા પર 9 એપ્રિલ 2023ના રોજ અમેરિકા ફરવા ગયો હતો, જે 26 સપ્ટેમ્બરના તે પરત આવવાનો હતો પરંતુ એ પરત આવે તે પહેલાં જ આ દુનિયામાંથી તેને વિદાઈ લઈ લીધી. 31 જુલાઇ ન રોજ તે અમેરિકાના હ્યુસ્ટન ટેક્સાસમાં વોકિંગ પર નીકળ્યો હતો. ત્યારે તે તેનાં મમ્મી-પપ્પા સાથે વીડિયો કોલમાં વાત કરતા કહ્યું કે સિંગનલ બંધ છે તો રસ્તો ક્રોસ કરી લઉં , તે રોડ ક્રોસ કરવા ગયો ત્યાં જ અચાનક સિગ્નલ ખૂલી ગયું અને 14 ગાડી દર્શિલને ઢસડતી ગઈ.
દર્શીલના મૃતદેહને પરત લાવવા માટે સરકારમાં રજૂઆત કરેલ અને સહાકાર મળ્યો પરંતુ દરશીલના મૃતદેહને ભારત લાવી શકાય તેવી હાલતમાં જ હોવાથી અંતિમ સંસ્કાર અમેરિકામાં જ કરવામાં આવશે. દર્શિલનો મૃતદેહ ભારત લઇ જવાની હાલતમાં નથી, જેથી હવે દર્શિલના અંતિમસંસ્કાર અમેરિકામાં જ કરવામાં આવશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.