Gujarat

સાળંગપુર દર્શન કરી પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડયો ! એક સાથે ત્રણ લોકો ના મોત થયા

ગુજરાતમાં દિવસેને દિવસે અનેક પ્રકારના અક્સ્માતના બનાવો બને છે, ત્યારે હાલમાં જ એક સૌથી દુઃખદાયી બનાવ બન્યો છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, કષ્ટભંજનદેવના દર્શન કરીને આવતા પરિવારને અકસ્માત નળ્યો. આ ભયંકર અકસ્માતમાં એકી સાથે પરિવારના ત્રણ સભ્યોનું નિધન થઇ ગયું છે, આ બનાવ કઈ રીતે બન્યો તે અંગે અમે આપને સંપૂર્ણ માહિતી જણાવીએ. આપણે જાણીએ છે કે, અનેક વખત કોઈ શુભ પ્રસંગે આવતા-જતા કે દેવસ્થાન દર્શન કરવા-જતી કે આવતી વખતે આવા અશુભ બનાવો બનતા હોય છે.

સૂત્ર દ્વારા મળેલી માહિતી અનુસાર તારાપુર – વાસદ ધોરીમાર્ગ પર પેટલાદના વડદલા ગામ પાસે ટેન્કર પાછળ કાર ઘુસી જતાં આ ભંયકર અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર વડોદરાના એક જ પરિવારના ત્રણ સભ્યોનું દુઃખ નિધન થયું હતું. આ ઘટનામાં પાંચ વ્યક્તિ ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. મૃતક પરિવાર વિષે ટૂંકમાં માહિતી જાણીએ,

વડોદરાના વણઝારા પરિવારના આઠ જેટલા સભ્યો શનિવારના રોજ સાળંગપુર હનુમાનજીના દર્શન કરવા કારમાં નિકળ્યાં હતાં. દર્શન કરી રવિવાર સવારે વડોદરા પરત ફરી રહ્યાં હતાં. વિધિના લેખ કંઈક અલગ જ લખાયા હશે, દાદાના દર્શન કર્યા બાદ કાળ તેમને ભરખી ગયો. દાદા પાસે આશીર્વાદ ;એવા ગયા હતા પરંતુ કહેવાય છે ને કે મોતને કોણ રોકી શક્યું છે. અકસ્માત અંગે જાણીએ તો આ બનાવ તારાપુર – વાસદ ધોરી માર્ગ પર ધર્મજ ચોકડી નજીક વડદલા પાસે બનેલો.એક બંધ પડેલું ટેન્કર રસ્તા વચ્ચે જ પડ્યું હતું. આ ટેન્કર પાછળ ધડાકાભેર કાર ઘુસી ગઇ હતી.

આ અકસ્માત એટલો જબરજસ્ત હતો કે કારનો આગળના ભાગનો બુકડો થઇ ગયો હતો અને તેમાં સવાર ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતાં. આ અકસ્માતના પગલે કારમાં સવાર વ્યક્તિઓએ બૂમાબૂમ કરતાં આસપાસના લોકો દોડી આવ્યાં હતાં. બચાવ કામગીરી શરૂ કરી ઘવાયેલા પાંચ જેટલી વ્યક્તિને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં.

પેટલાદ રૂરલ પોલીસની પ્રાથમિક તપાસમાં  જાણવા મળ્યું છે કે, આ ભંયકર અકસ્માતમાં વણઝારા પરિવામાંથી રામુભાઈ વજેસીંગ વણઝારા (ઉ.વ.50), હિરલ રામુભાઈ વણઝારા (ઉ.વ.22) અને વિનોદ લક્ષ્મણભાઈ વણઝારા (ઉ.વ.29)નું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે ઘવાયેલા ધીરજ વિનોદભાઈ વણઝારા, ગીતાબહેન રામસીંગ વણઝારા, શૈલેષ રામસીંગ વણઝારા, જાગૃતિબહેન રામસિંગ વણઝારા અને રંજનબહેન વિનોદભાઈ વણઝારાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. દાદાના દર્શન કરીને તેઓનો જીવ તો કલ્યાણકારી અને પવિત્ર થઇ ગયો. આપણે દાદાને પ્રાર્થના કરીએ કે ઈજાગ્રસ્ત લોકો જલ્દી સ્વસ્થ થઇ જાય અને મૃતકોની આત્માને શાંતિ આપે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!