Gujarat

મુકેશ અંબાણી વધુ એક ટીમ ને ખરીદી લેશે ! કીંમત જાણી હોશ ખોઈ બેસશો..જાણો વિગતે

આપણે જાણીએ છે કે, મુકેશ અંબાણી એ વર્ષના શરૂઆતમાં જ અનેક તીર્થસ્થાનોની મુલાકાત લઈને કરોડો રૂપિયાનો દાન ધર્માદો કર્યો છે તેમજ પોતાના દીકરાઓ માટે આલીશાન વીલા ખરીદ્યા છે. સૌથી ખાસ વાત એ કે અંબાણીએ સોફર ડ્રિન્ક કંપની ખરીદી છે અને હવે ફરી એકવાર મુકેશ અંબાણી એક ટીમ ખરીદવા જઇ રહ્યા છે. તમને જાણીને આશ્ચય થશે. ચાલો અમે આપને આ ટીમ વિશે જણાવીએ.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, કેશ અંબાણી ઈંગ્લિશ પ્રીમિયર લીગ ફૂટબોલ સ્પર્ધામાં વિશ્વ સ્તરે જાણીતી ટીમ લિવરપૂલ ક્લબને ખરીદવાના છે. આ સમાચાર ‘ધ મિરર’ અખબારમઆ અહેવાલ દ્વારા જાણવા મળ્યા છે. લિવરપૂલ ફૂટબોલ ક્લબને તેના હાલના માલિક ફેનવે સ્પોર્ટ્સ ગ્રુપ (એફએસજી)એ વેચવા કાઢી છે.

આ કંપનીએ 2010ના ઓક્ટોબરમાં આ ક્લબને ખરીદી હતી. ટીમના વેચાણની પ્રક્રિયામાં પોતાને મદદ કરવા માટે ફેનવે ગ્રુપે ગોલ્ડમેન સેક અને મોર્ગન સ્ટેન્લી કંપનીઓને રોકી છે. અહેવાલ મુજબ, ફેનવે ગ્રુપ એમની આ ફૂટબોલ ક્લબને 4 અબજ બ્રિટિશ પાઉન્ડમાં વેચવા માગે છે.

આમ પણ અંબાણી માટે આ 4 અબજ પાઉન્ડ પણ કંઈ ન કહેવાય કારણ કે તેઓ પોતાના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે કરોડોની સંપત્તિ અને કંપનીઓ વસાવી રહ્યા છે. એક તરફ અનિલ અંબાણીની સંપત્તિઓ દિવસેને દિવસે ઘટી રહી છે, ત્યારે મુકેશ અંબાણી વધુ ધનવાન બની રહ્યા છે. બંને ભાઈઓ વચ્ચે જ્યારે ભાગલા પડ્યા હતા ત્યારે સૌથી સફળદાયી કંપનીઓ અનિલ અંબાણીને આપી હતી પરંતુ એ કંપનીઓની આજે વેલ્યુ નથી રહી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!