ગુજરાત અખબાર

ગઈ કાલે છોટા ઉદેયપુર ના સંખેડા મા એક કરુણ ઘટના બની હતી જેમાં ત્રણ લોકો ના વિજ કરંટ લાગવાને કારણે મોત નીપજ્યા હતા. ગૌશાળા નજીક ખેતરે ગયેલા પિતા પુત્ર ના મોત નીપજ્યા હતા. જયા થી 500 મીટર દૂર તાર મા અન્ય એક વ્યક્તિ ની લાશ તારમા ફસાયેલી હતી.

બનાવ અંગે પ્રાપ્ત થયેલી પ્રાથમિક વિગતો અનુસાર સંખેડા તાલુકાના પીપળસટ ગામની સીમમાં ગૌશાળા નજીક ખેતર મા એક બનાવ બન્યો હતો. જેમાં ખેતરે ગયેલા બારીયા હિમ્મતભાઈ ઘરે પરત ના આવતા તેનો પુત્ર બારિયા સંજયભાઈ રાજુભાઇ તપાસ કરવા માટે ગયો હતો. પુત્ર સંજયભાઈ પણ ઘરે ન આવતા તેની તપાસ હાથ ધરાઈ હતી. સંજયની બાઈક ખેતરમાં જવાના રસ્તે દેખાતા ખેતરમાં તપાસ કરાઈ હતી. જયા બન્ને મૃત હાલત મળી આવ્યા હતા.

જ્યારે આ ઘટના ની જાણ સંખેડા પોલીસ મથકે કરવા મા આવતા પોલીસે સ્થળ પર પ્રાથમીક તપાસ હાથ ધરી હતી જેમા માલુમ પડયું હતુ કે ખેતરમાં ઉભા પાકના ભૂંડોથી રક્ષણ માટે તારમાં કરંટ ઉતરેલ હતો. બાજુના ખેતરમાં આશરે 300 મીટર દૂર ઓરડી આવેલ છે. ઓરડીમાંથી વાયર બહાર કાઢી ઝાટકાના તાર સાથે બાંધેલ છે.

ખેતરમાં વધુ તપાસ હાથ ધરાતા ખેતરમાંથી વધુ એક મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહના પગ નીચે કરંટવાળો વાયર હતો જેને કારણે તેનું મૃત્યુ થયું હોવાનું મનાઈ રહ્યું છે. આજે ખોબા જેવા ગામ મા પિતા અને પુત્ર બન્ને ની અર્થી એક સાથે ઉઠી હતી અને ગામ લોકો જોડાયા હતા અને નાના એવા ગામ મા શોક નુ મોજુ ફરી વળ્યુ હતુ.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *