Entertainment

ભારતનું એક એવું ગામ કે, ઘરની અગાશી પર વિમાનો! જાણો તેનું કારણ…

ગુજરાતમાં અનેક ગામો આવેલા છે, પરતું આજે આપણે એક એવા ગામ વિશે વાત કરીશું જે ખૂબ જ અનોખું છે. અત્યાર સુધી તમે આવા ગામ વિશે જાણ્યું જ નહીં હોય. એક વાત તો તમને યાદ હશે કે, જ્યારે પણ કોઈ વિમાન નીકળે એટલે આપી નજર સીધી આકાશ તરફ ખેંચાઈ જાય છે. પરતું જો એવું તમે સાંભળો ઘરની છત પર જ વિમાન હોય તો તમને વિશ્વાસ આવે કે નહીં?

હા પરતું વિશ્વાસ કરવો જરૂરી છે. ભારતમાં એક એવું ગામ આવેલું છે, જ્યાં ઘરની દરેક છત પર વિશાળ વિમાનો આવેલા છે અને તેની પાછળ એક રહસ્ય છુપાયેલું છે. આ કારણ જાણીને તમને પણ આશ્ચસ્ય થશે.ચાલો અમે આજે આપણે માહિતગાર કરીશું એક આ અનોખા ગામ વિશે. અને તમે પણ જાણી લો કે, શા માટે આ ગામને વિમાનના ગામ તરીકે ઓળખવામાં આવે છે.

ભારતનાલાંબડા ગામ પંજાબના જલંધરમાં આવેલું છે. આ ગામના દરેક ઘરની છત પર એર ઇન્ડિયાના વિમાન જોવા મળશે. ફક્ત જલંધર જિલ્લામાં જ નહી પરંતુ નૂરમહલ તાલુકાના ઉપલ્લા ગામ, કપૂરથલા, હોશિયારપુર અને દોઆબાના અનેક ગામોમાં આવા અનેક વિમાન, વહાણ, કાંગારૂ, પ્રેશર કૂકર વગેરે જોવા મળશે. જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.

વાત જાણીને નવાઈ લાગશે કે, આ વિમાન કોઈ મૂર્તિ નહિ પણ પાણી ની ટાંકીઓ છે.આ ટ્રેન્ડની શરૂઆત આશરે 70 વર્ષ પહેલા બોંગકોંગ ગયેલા તરસેમ સિંહ બબ્બૂએ કરી હતી. તેમણે તેમના ઘરની છત પર વહાણ જેવાી ટાંકી બનાવડાવી છે કારણકે તેઓ વહાણ દ્વારા ગયાં હતાં. તેમણે 1995માં આ ટાંકી બનાવડાવી હતી.જેમકે કોઇ પરિવારનો સભ્ય આર્મીમાં છે તો તેના ઘરની છત પર આર્મીની ટેન્ક જોવા મળશે. જો કોઇ એનઆરઆઇ હોય તો તેના ઘરની છત પર વિમાન જોવાં મળશે.આ ઉપરાંત તમને મહિલા સશક્તિકરણનો સંદેશ આપતી શીખ મહિલા માઇ ભાગોની પ્રતિમા જેવી ટાંકી બનાવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!