Gujarat

સૌરાષ્ટ્રનાં મહાન સંત જેણે ગર્ભવતી સ્ત્રીનો જીવ બચાવવા પોતાના માથે પાપ લઈ લીધું! અને પછી જે થયું…

સૌરાષ્ટ્રની અતિ પવિત્ર ધરામાં અનેક સાધુ-સંતોનાં ચરણારવિંદ થી પવિત્ર થયેલ છે.આ પવિત્ર ધરામાં જે સંતો અને મહાત્માઓ જે ચમત્કાર કર્યા છે તે પણ એટલા જ દિવ્ય છે, ત્યારે ચાલો આજે આપણે એક એવા મહાન સંત વિશે જાણીશું જેમની લીલા થી અમરેલી અને સૌરાષ્ટ્ર પંથક ધન્ય ધન્ય બન્યું.

અમરેલીમાં સંત શ્રી મુલદાસજી બાપુની સમાધિ સ્થાન છે અને આજે પણ લોકો સમાધિએ શ્રીફળ વધેરાય છે. એવું કહેવાય છે કે, અમરેલીના બજારમાં મૂળદાસજી નીકળે તો સ્ત્રીઓ તેમના બાળકોના દર્શન કરાવતા.અને સ્ત્રીઓ કહેતી કે બાપુ આમના માથે હાથ ફેરવતા જાઓ.જેમનાં પર તેમનો હાથ ફરતો એનું ખોરડું ભવસાગર તરી ગયું. એમ સમજો. આજે આપણે મૂલદાસજી બાપાના જીવનની અનેક લીલાઓને જાણીશું. આ એજ સંત છે જેમનાં જીવનમાં અનેક એવા પ્રસંગો બન્યા જેનાથી લોકોનું જીવન ધન્ય થયું.

બાપુના જીવનનો અદભૂત પ્રસંગ. વાત જાણે એમ છે કે, એકવાર કૂવાનાં કિનારે મૂલદાસ બાપુ સત્યા કરતા હતા.એક સાધ્વી સ્ત્રી આપઘાત કરવા આવી અને મૂલદાસ જીએ જોયું,જો હું સાધ નહીં પડું તો આ સાધ્વી જીવ દેશે! બાપુ સાદ પડ્યો અને પૂછ્યું શું થયું કેમ જીવ દે છો? ત્યારાએ સ્ત્રી કહ્યું મારાથી ભૂલ થઈ ગઈ છે,મારા પેટમાં બાળક છે,મારાથી પાપ થઈ ગયું છે.

હવે આ બાળકના પિતાનુ નામ આપુ ? ત્યારે બાપુ કહ્યું મેં બેટા તું કોઈનું નામ આપી શકે તો તું અને તારું બાળક બંન્ને બચી જાઓ અને બાપુ કહ્યું જા તું મારું નામ આપી દે.અને આ સાંભળતાનિ સાથે જ દીકરી કહ્યું કે જગત આખું તમને ધ્રુકારશે અને ઢોગી કહેશે તેમજ ગામના લોકો તમને ને પુજે છે એજ તમને મારશે ત્યારે બાપૂ કહ્યું કે અમારો તો જન્મ જ માર ખાવા થયો અને તો બીજા ન દુઃખોને પોતાના દુઃખ સમજીને પીવા બેઠા છીએ.

ગામમાં જાહેર થયું કે,આ સાધ્વીના પેટમાં જે બાળક છે એ મૂળદાસનું છે,મૂળદાસ જી સાધુતાનો ઢોંગ કરે છે,ધોખેબાજ છે અને બીજાની બહેન-દીકરીઓને છેતરે છે,બસ પછી તો શું જોઈએ આખું અમરેલી લાકડીઓ લઈને દોડ્યું,અને મૂળદાસ જીને માર્યા છે.કોઈ મૂળદાસ બાપુને સમજી શક્યું નથી પણ એક વૃદ્ધ સાધુના આંખમાંથી આંસુની ધારા વહે છે,કારણ કે એક સાધુને એક સાધુ જ ઓળખે.બાપુના ગળામાં બૂટનો હાળ જોતાં આ સંત કહે છે આ બૂટનો હાર નથી,આ તો ગુલાબનો હાર છે.બસ ફર્ક એટલો છે કે આ ગુલાબમાં વજન વધારે છે.તમે આ સાધુની મહાનતા તો જુઓ.

જે પર દુ:ખ પીડા જાણે અને સમાજનું ભલું કરે પછી તો,અમરેલીમાં એમનું સન્માન બિલકુલ ઘટી ગયું.આ વાત જામનગર પહોંચી,ત્યાં એક મહારાજાને ખબર પડી કે મૂળદાસ બાપુએ પાપ કર્યું છે.બાપુ ધોખેબાજ છે,જામનગરના મહારાજે કંઠી તોડી નાખી. આ સાંભળીને મૂલદાસજીને ખૂબ દુ:ખ થયું.બાપુ કહે છે દુનિયા તો મને ના ઓળખી શકી પણ આ જામનગરનો મહારાજા પણ મને ના ઓળખી શક્યો.એ સમયે મૂળદાસજીને દ્વારિકાની યાત્રા કરવાની ઈચ્છા થાય છે.

એક વાર દ્વારકાની યાત્રા દરમિયાન તેઓ જામનગરથી નીકળ્યા એટ્લે તો યાદ આવ્યું મહારાજાએ તો મારી કંઠી તોડી નાખી છે,પણ ગમે તે મે તો એના માથા પર હાથ મૂક્યો છે,મારે સંબંધ કેમ તોડવો,સંબંધ શીષ્ય તોડે,પણ ગુરુ થોડા સંબંધ તોડે.આ પાછી મૂળદાસજી રાજભવનમાં ગયા અને મૂળદાસ જી મંદિરમાં પ્રવેશ કરતાં હતા ત્યાં તો તેમની નજર કચરાનો એક ઢગલો પડ્યો હતો,એમાં એક મરેલી બિલાડી પડી હતી.

મરેલી બિલાડીનો પગ પકડીને મૂળદાસજી આ બિલાડીને લઈને અંદર ગયા.મંદિરમાં બધા જોવા લાગ્યા,અને કહેવા લાગ્યા કે આ તો કેવી રીત,બાવો ભાન ભૂલ્યો લાગે છે.જામનગર નરેશ અને ગુરુ બંને ઊભા થઈ જાય છે.મૂળદાસ જીએ જામનગર નરેશને કહ્યું,મને ખબર છે તે મારી કંઠી તોડી નાખી છે.હું દક્ષિણા લેવા નથી આવ્યો,તારી પાસે મારા પગની પૂજા કરાવવા પણ નથી આવ્યો.હું તો દ્વારિકાધીશના દર્શને જાઉં છું બાપૂ કહ્યું કે તારા ગુરુને ખો આ બિલાડીને જીવતા કરો. આ બિલાડીના બચ્ચા રડે છે.5-5 મિનિટે સમજ્યા વગર કંઠી બદલનાર જામનગર માલિક,આ બિલાડીને તું જીવતી કર.

આ અશક્ય હતું થોડીવાર વાતાવરણ શાંત બની ગયું અને પછી મૂળદાસ જીએ કહ્યું,તારી તાકાત ના હોય તો મહારાજ શ્રીને કહો,ઠાકોર જીનું જળ મારા હાથમાં આપે અને મૂળદાસ જીએ 3 વાર રામ મંત્ર બોલી મૂલદાસ જીએ અંજલિ છાંટી અને પોતાના આયુષ્યના 3 મહિના આપીને આ બિલાડીને જીવન દાન આપ્યું.આ જોઈને જામનગર નરેશની આંખમાં આંસુની ધારા વહેવા લાગી.અને આજે ભૂલનો અહેસાસ થયો કે,ખોટું થયું છે.સાચા સંતને ખોટા ધાર્યા છે.સાચા સંતને સમજવા અને હું ન સમજી શક્યો,અને એ જ મિનિટે પેલી નવી બાંધેલી કંઠીને તોડી નાખી અને વળી જૂની કંઠી બાંધી દીધી.મૂલદાસજી ભક્તિ અખંડ હતી અને દિવ્યતાથી પૂર્ણ હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!