Gujarat

શ્રી હરીએ ભક્તો માટે રામાનંદસ્વામી પાસે માંગ્યા હતા બે વરદાન! જે આજે ભક્તોને ફળી રહ્યા છે.

આપણા હિન્દૂ ધર્મમાં દરેક સંપ્રદાયનું અતિ મહત્વ રહેલું છે,ત્યારે એમા પણ સ્વામિનારાયણની સંપ્રદાયનો મહિમા ખૂબ જ અનેરો છે, ભગવાન પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાની લીલા અપાર છે અને તેમના હરિ ભક્તો ને ક્યારેય ભગવાન દુઃખ નથી આવવા દેતા અને જો દુઃખ આવી પણ જાય તો ભગવાન સદાય તેમના સાથે જ રહે છે. ભગવાન સ્વામિનારાયણ જ્યારે રામાનંદ સ્વામીજી પાસે દીક્ષા લીધી હતી ત્યારે તેમણે  વરદાન માંગેલા હતા જેનાથી આકે સર્વે હરિ ભક્તોનું જીવન ધન્ય બન્યું છે.

એવું કહેવાય છે કે, ગુરુ રામાનંદ સ્વામીએ નીલકંઠવર્ણીને વિ.સં.૧૮૫૭કાર્તિકસુદીએકાદશીનેદિવસે(તા.૨૮-૧૦-૧૮૦૦) મહાદિક્ષા આપી અને તેમનાં સહજાનંદ સ્વામી તથા નારાયણમુનિએમબેનામપાડ્યાં.મહાદિક્ષાઆપ્યાપછીગુરુરામાનંદસ્વામીએવિ.સં.૧૮૫૮કાર્તિકસુદીએકાદશી(તા.૧૬-૧૧-૧૮૦૧)નાં રોજ પોતાના આશ્રિતો-અનુયાયીઓ સમક્ષ પોતે સ્થાપેલા ઉદ્ધવ સંપ્રદાયનું આચાર્યપદ સહજાનંદ સ્વામીને સોંપ્યું.

સંવત ૧૮૫૮માં કારતક સુદ એકાદશી ૧૬ નવેમ્બર ૧૮૦૧ના દિવસે જેતપુર માં રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને પોતાની ગાદી સુપરત કરી. સહજાનંદ સ્વામીએ ગુરુને પ્રણામ કર્યા ત્યારે રામાનંદ સ્વામીએ પ્રસન્ન થઇને વરદાન માગવા કહ્યું ત્યારે સહજાનંદ સ્વામીએ આ બે વરદાન માગ્યાં: તમારા ભક્તને એક વીંછીનું દુ:ખ થવાનું હોય તો તેને બદલે એ દુ:ખ મને ભલે રુંવાડે રુંવાડે કોટિગણું થાઓ પણ તે ભક્તને ન થાઓ.

તમારા ભક્તનાં કર્મમાં રામપાત્ર આવવાનું લખ્યું હોય તો તે રામપાત્ર મને આવો પણ તે ભક્ત અન્નવસ્ત્રે દુ:ખી ન થાઓ.રામાનંદ સ્વામીએ આ સંપ્રદાયને સહજાનંદ સ્વામીના હાથમાં સોંપ્યા બાદ એક મહિના બાદ મૃત્યુલોક ત્યાગ્યો અને આખરે ધર્મધૂરા શ્રીજી મહારાજે સંભાળી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!