India

212 ગ્રામની બાળકીનો જન્મ થતા સારવાર અશક્ય હતી,13 મહિના પછી જે બન્યું એ ચમત્કાર …

ઈશ્વરીય શક્તિ ખૂબ જ અદ્ભૂત છે, આમ પણ કહેવાય છે ને કે, જગતમાં બાળક ને જન્મ આપવો એ એક મા માટે અદ્ભૂત ક્ષણ હોય છે. જ્યારે તે બાળક ને પોતાની છાતી એ વળગાવે છે, એ ક્ષણ એના જીવનની સૌથી ખાસ હોય છે, પરતું વિચાર કરો એ મા ની કેવી હાલત થઈ જશે જ્યારે તેનું સંતાન એક સફજન નાં વજન બરાબર હોય તો. આ એક તદ્દન સત્ય ઘટના પર આધારિત છે. આ કહાની જાણીને તમને વધુ દુઃખ થશે પરતું આખરે અંતે જે થયું એ ખૂબ જ ચોંકાવનારૂ હતું.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે,સિંગાપોરની નેશનલ યુનિવર્સિટી હોસ્પિટલમાં ક્વેક યુ જુઆનનો જન્મ 9 જૂન 2020ના રોજ થયો હતો. એ સમયે બાળકીનું વજન માત્ર 212 ગ્રામ હતું, જ્યારે એની લંબાઈ માત્ર 24 સેન્ટિમેટર હતી. પ્રીમેચ્યોર ડિલિવરી હોવાને કારણે બાળકીનાં ઘણાં અંગ પૂરતાં ડેવલપ થઈ શક્યાં નથી. ફેફસાં પણ યોગ્ય રીતે કામ કરતાં નથી. એ ઉપરાંત ત્યારે તેની સ્કીન પણ ઘણી નાજુક હતી.

સિંગાપોરની નેશનલ યુનિવર્સિટી હોસ્પિટલમાં ક્વેક યુ જુઆનનો જન્મ 9 જૂન 2020ના રોજ થયો હતો. એ સમયે બાળકીનું વજન માત્ર 212 ગ્રામ હતું, જ્યારે એની લંબાઈ માત્ર 24 સેન્ટિમેટર હતી. પ્રીમેચ્યોર ડિલિવરી હોવાને કારણે બાળકીનાં ઘણાં અંગ પૂરતાં ડેવલપ થઈ શક્યાં નથી. ફેફસાં પણ યોગ્ય રીતે કામ કરતાં નથી. એ ઉપરાંત ત્યારે તેની સ્કીન પણ ઘણી નાજુક હતી.

રામ રાખે તેને કોણ ચાખે આ કહેવત આખરે આ બાળકીના જીવનમાં સાચી પડી. જેને ઈશ્વર પણ જીવડાવવા માંગહોય એનાં પ્રાણ સ્વંય યમરાજ ન હરિ શકે.સારવાર દરમિયાન ડૉક્ટર ઝાંગ સુહેએ કહ્યું હતું કે મેં મારાં 22 વર્ષના કરિયરમાં આટલું નાનું નવજાત બાળક નથી જોયું. ડૉક્ટરનું કહેવું છે કે આટલી નબળી બાળકીનો જીવ બચાવવો ખૂબ મુશ્કેલ હતો, પરંતુ ડોક્ટર્સ અને નર્સની ટીમે એ કરી દેખાડ્યું જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. બાળકી હવે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને 9 જુલાઈએ ડિસ્ચાર્જ થયા વખતે તેનું વજન 6.3 કિલોગ્રામ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!