પિતા પાસે થી 25 હજાર ઉછીના લઈને ધંધો ચાલુ કર્યો આજે બન્ને ભાઈઓ છે 10 હજાર કરોડના માલિક, લાઈફ સ્ટાઈલ જોશો તો
જીવન મા સફળતા મેળવવી એ કોઈ નસીબ નો ખેલ નથી પરંતુ આના પાછળ વર્ષો નો મહેનત હોય છે આજે આપણે એવા જ બે ભાઈઓ ની વાત કરવાની છે જેણે પોતાની મહેનત થી પોતાની દુનીયા બદલી નાખી છે અને સફળતાના શિખરો સર કર્યા છે.
ચાર્ટડ પ્લેન, આલીશાન બંગલો અને રોયલ ગાડીઓ વચ્ચે રહેવા વાળા ભાઈઓ ને આજે ભારત દેશ ના ધનવાન લોકો માથી ગણવામાં આવે છે અને છેલ્લા થોડા વર્ષો મા પોતાનુ ખુબ મોટુ કર્યુ છે અનેક કંપનીઓ ના માલિક આ બન્ને ભાઈઓ બદ થોડી ઘણી કંપની ઓ વેચી ને ધનવાન લોકો ના લીસ્ટ મા સામેલ થયા છે.
આ બન્ને ભાઈઓ ની વાત કરીએ તો બન્ને ભાઈ ઓ નુ નામ દિવ્યાક તુરખીયા અને ભાવીન તુરખીયા છે. જે આજે દેશ ના ધનવાનો માથી એક છે. એક સામાન્ય પરીવાર માથી આવતા આ બન્ને ભાઈઓ નુ નાનપણ મુંબઈ ના જુહુ અને અંધેરી મા વિત્યુ છે. નાનપણથી બન્ને ગેમ ના શોખીન 13 વર્ષ ની ઉમરે સ્ટોક માર્કેટ પર નજર રાખવા માટે એક ગેમ બનાવી હતી.
નાનપણથી જ બન્ને ભાઈઓ ને ભણવામાં રસ નહોતો અને ગેમ અને કોમ્યુટર મા કોડીગ કરવાનો શોક હતો. બન્ને ભાઈઓ એ કાંઈક ધંધો શરુ કરવાનું વિચાર્યું પરંતુ તેમની પાસે પુરતા નાણા નહોતા. ત્યારે તેવો એ 1998 મા તેમના પિતા પાસે થી 25000 રુપીયા ઉછીના લીધા હતા. ત્યાર બાદ વેબસાઈટ ને ડોમેન નામ દેવા વાળી કંપની ની સ્થાપના કરી હતી. જેમાં ઈન્ટરનેટ ની સુવિધા આપતી હતી આટલુ જ નહી તેવો એ 2001 મા એક સોફટવેર પ્રોગ્રામ બનાવ્યો અને બસ પછી તો તેનુ જીવન જ બદલાય ગયુ. અને બીગરોક નામ ની કંપની ઉભી કરી.
તેઓ એ 12 મહત્વ ના વ્યવસાય ચાલુ કર્યા. આજે તેનો પાસે અનેક ગ્રાહકો અને કર્મચારી ઓ છે કંપની વાર્ષિક 120 ટકાના દરે વધી રહી છે. થોડા વર્ષો પહેલા, તુરખીયા અને તેના ભાઈએ ચાર બ્રાન્ડ્સને એન્ડ્યુરન્સ ઈન્ટરનેશનલ ગ્રુપને 1,000 કરોડ રૂપિયામાં વેચી હતી.
મીડિયા નેટ ગૂગલની એડ સેન્સ સાથે સ્પર્ધા કરવા માટે બનાવવામાં આવી હતી. આ પ્રોડક્ટને ઘણા પ્રકાશકો, જાહેરાત નેટવર્ક અને આંતરરાષ્ટ્રીય એડ ટેક કંપનીઓ દ્વારા લાઇસન્સ આપવામાં આવ્યું છે. મીડિયા નેટ ન્યૂયોર્ક, લોસ એન્જલસ, દુબઈ, ઝુરિચ, મુંબઈ અને બેંગ્લોરથી કાર્યરત છે. તે 800 કર્મચારીઓને રોજગારી આપે છે. મીડિયા નેટને ગયા વર્ષે 1,554 કરોડની કમાણી કરી હતી.
15 વર્ષ ના સમય ગાળા આ બન્ને ભાઈઓ એ ભારત ની જાનીમાની હસ્તી ઓ ના લીસ્ટ મા આવે છે.