સૌરાષ્ટ્રનાં અમરેલીગામની નાની એવી પ્રોવિઝન દુકાન આજે એશિયાની સૌથી મોટી આઇસ્ક્રીમ કંપની બની!

આપણે સૌ કોઈ આઇસ્ક્રીમ નું નામ આવતાની સાથે જ તેનો સ્વાદ માણવા આતુર બની જઈએ છે, ત્યારે આજે આપણે એક એવી કંપની સફર વિશે વાર કરવાની છે જેને શરૂઆત નાને પાયે કરી હતી પરતું આજે તેમનું ટર્ન ઓવર કરોડો રૂપિયામાં બોલાઈ છે. કહેવાય છે ને સફળતાની શરૂઆત હંમેશા નાના ડગલે થી થાય છે અને સમય જતાં તે બહુ આગળ વધારાય છે.

આપણે સૌ કોઈ જાણીએ છે કે, સૌરાષ્ટ્રમાં શીતલ આઇસ્ક્રીમ ની ખૂબ જ બોલબાલા છે. આપણે જ્યારે લોકમેળામાં જઈએ ત્યાં પણ જાહેરાત થતી હોય છે. આજે આપણે સૌરાષ્ટ્ર નાં અમેરલીમાં આવેલ ભારતની સૌથી મોટી આઈક્રીમની સફળતા વિશે અને તેની શરૂઆત વિશે જાણીશું. વર્ષ 1987માં જગદીશ ભુવા એ શીતલ ફાર્મ એન્ડ નમકીન નાં નામે એક નાની એવી પ્રોવીઝન સ્ટોર શરૂઆત કરી અને સમય જતાં તેમને વિચાર આવ્યો આઇસ્ક્રીમ પ્રોડક્ટ નો અને તેમને શરૂઆત પણ કરેલી.

વર્ષ 2000માં તેમને અમરેલીના GIDC માં પહેલી મેન્યુઅલ બ્રાન્ડ ની ફેકટરી સ્થાપી અને શરૂઆત થઇ શીતલ આઇસ્ક્રીમ ની.સમય અને સંજોગની સાથે માર્કેટની માંગ મુજબ તેઓ પ્રોડક્શન કરતા ગયા અને ટેકનોલોજી નો ઉપયોગ કરી ફેકટરી ખૂબ જ વિકસાવી અને આજે અહીંયા કેન્ડી સૌથી વધુ પ્રણામ બને છે અને જે ભારતની આ સૌથી મોટી કેન્ડી ઉત્પાદક કંપની છે.એક નાની દુકાન થી શરૂઆત કરનાર જદગીશ ભુવા ની આ ફેકટરી આજે નમકીન પ્રોડક્ટ્સ તેમજ દૂધ,દહીં, છાસ અને ચોકલેટ્સ જેવી અનેક 

એમ કુલ 50 લાખ થી વધુ પ્રોડક્ટનું ઉત્પાદન થાય છે. અને આજે શીતલ આઇસ્ક્રીમ ગુજરાત ભરમાં ખૂબ જ લોકપ્રિય બની ગઈ છે. જેમાં નમકીનના પ્રોડક્ટનું ખૂબ જ વેંચાણ થાય છે. આજે શીતલ આઇસ્ક્રીમ ની ફેકટરી દ્વારા આજુબાજુનાનાં અનેક કામદારોને રોજગારીની તકો મળી છે. શીતલ આઈસ્ક્રીમ સફળતાનું કારણ એ છે કે, તેઓ ગ્રાહકોની પસંદ અને બજાર મને અનુલક્ષીને ટેકનોલોજીનો ઉપયોગ કરીને આગળ ચાલતા રહ્યા અને આજે તેનું પરિણામ આપણા સૌ સક્ષમ હાજર છે. આજે શીતલ આઇસ્ક્રીમ એક જાણીતી બ્રાન્ડ બની ગઈ છે અને એક સમયે એક પ્રોવીઝન સ્ટોર થી શરૂઆત કરી હતી.

 

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *