Gujarat

પુરુષ શિક્ષકે વિદ્યાર્થીઓની સમસ્યા દુર કરવા વિશ્વની પહેલી ” પહેલ પેડ બેંક ” શરૂ કરી! સૌ કોઈ શિક્ષકના વખાણ કરી રહ્યા છે.

ગુરુ એટલે જીવનના અંધકારને જ્ઞાનની જ્યોત થકી પ્રકાશમય બનાવે તેમજ જીવનની દરેક સમસ્યાઓનું નિવારણ કરે. ગુરુ આપણો હાથ પકડીને સફળતા સોંપાન લઈ જાય છે. આજે આપણે એક એવા ગુરુ ની વાત કરવા ની છે.જેમણે દીકરીઓ માટે એક ખૂબ જ સરહાનીય કાર્ય કર્યું છે અને આવું ભાગ્યે જ કોઈ વિચારી શકે છે. આવું દરેક સ્કૂલમાં થવું જોઈએ જેથી દીકરીઓને કોઈમુશ્કેલીઓ સામનો ન કરવો પડે.

વાત જાણે એમ છે કે. એકવાર બન્યું એવું કે વિધાર્થીની
સ્કૂલમા નિયમિત નોહતી આવતી એટલે શિક્ષક પૂછ્યું કેમ નથી આવતી ?” .એક શિક્ષક તરીકેની તેમણે ફરજ નિભાવી કરણ કે વિધાર્થીઓની પડતી સમસ્યાને જાણવી જરૂરી હતી.ઉડી તપાસ કરતા જાણવા મળ્યું કે માત્ર રેખા જ નહી પરંતુ અમારી સ્કૂલની મોટા ભાગની દીકરીઓ માસીકસ્ત્રાવ દરમિયાન સેનેટરી પેડ કે નેપકિન નહી હોવાને કારણે સ્કૂલમા નિયમિત આવતી નથી.

શિક્ષક વિચાર્યું કે હું મારા પહેલા પગાર માથી મારી સ્કૂલની દીકરીઓ માટે “પહેલ પેડબેંક” ચાલુ કરીશ, જેથી મારી વિધ્યાર્થીનીઓ નિઃશુલ્ક સેનેટરી પેડ, નેપકિન અને માસીકને લગતી માહિતી પુસ્તિકા લઈ તેઓની સમસ્યા દૂર થઈ શકે.
ખરેખર આપણા સમાજમાં આજે પણ માસિક દરમિયાન સ્ત્રીને અછૂત ગણવામાં આવે છે તેમજ સ્ત્રીઓ કેટલા નિયમોનું પાલન કરવું પડે છે એના પણ શરૂઆતમાં જ તૃણરવયે યુવતી ને માસિક ને લઈને અનેક સ્મસ્યા સામનો કરવો પડે.

શિક્ષક આ કારણ એક નવી પહેલ કરી જેમાં આજે ગુરુપૂર્ણિમાનો પાવન દિવસ નિમિત્તે આથીસાર્વજનિક માધ્યમિક શાળા વિરવલ ખાતે અમારી વિધાર્થીનીઓ માટે વિશ્વની પ્રથમ “પહેલ પેડ બેંક” ખુલ્લી મૂકી કે જે “પુરૂષ” શિક્ષક દ્વારા શાળાની વિધ્યાર્થીનીઓ માટે ચલાવાતી હોઈ.
આ “પહેલ પેડ બેંક” એક શિક્ષકના પ્રથમ પગારમાથી ગુરુપૂર્ણિમા નિમીતે તેઓના ગુરુજનોને ગુરુદક્ષિણા અને વિધાર્થીનીઓને સપ્રેમ ભેટ આપી ખરેખર આ સરહાનીય વાત કહેવાય અને આવા ગુરુઓ મને વંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!