અદાણી , અંબાણી કોઈ નહી આ છે સૌથી મોટા દાનવીર ! જાણો કોણ છે આ વ્યક્તિ જે રોજ કરે છે ત્રણ કરોડ નુ દાન…

આપણે જાણીએ છે કે અનેક બિઝનેસ મેન પોતાની કમાણીમાંથી મોટાભાગનો હિસ્સો દાનમાં આપતા હોય છે. હાલમાં મુકેશ અંબાણી અનેક ધાર્મિક સ્થળોએ દાન ધર્મ કરી રહ્યા છે, ત્યારે હાલમાં જ એક ચોંકાવનાર માહિતી સામે આવી છે. ભારતમાં સૌથી મોટા દાનવીર વ્યક્તિ તરીકે ટાટા, અદાણી કે અંબાણી અને પ્રેમજીની ગણનાં નથી થતી પરંતુ એક એવા વ્યક્તિનું નામ મોખરે છે, જેમન વિશે જાણીને તમે પણ ચોંકી જશો. ચાલો અમે આપને જણાવીએ કે, આ વ્યક્તિ કોણ છે.

ભારતની IT કંપની HCLના સ્થાપક શિવ નાદર ભારતના સૌથી મોટા દાનવીર છે. EdelGive Hurun India Philanthropy List 2022 અનુસાર, શિવ નાદરે એક વર્ષમાં 1161 કરોડ રૂપિયાનું દાન કર્યું છે એટલે કે શિવ નાદરે દરરોજ 3 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. ખરેખર આ એક ગર્વ લેવા જેવી વાત છે. આપણે સમાજમાં કોઈક વ્યક્તિને 100 રૂપિયા આપતા પણ અચકાતા હોઈએ છીએ.

તમને જાણીને નવાઈ લાગશે કે, શિવ નાદરે વિપ્રોના અઝીમ પ્રેમજીને પછાડીને દેશના સૌથી મોટા દાનવીર બની ગયા છે.અઝમી પ્રેમજી યાદીમાં બીજા ક્રમે છે અને તેણે એક વર્ષમાં 484 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. શિવ નાદર ફાઉન્ડેશનની શરૂઆત 1994માં થઈ હતી. શિવ નાદારે તેમના પરોપકારી પ્રયાસોને મુખ્યત્વે શિક્ષણ પર કેન્દ્રિત કર્યા છે અને SSN સંસ્થાઓ, વિદ્યાજ્ઞાન, શિવ નાદર યુનિવર્સિટી, શિવ નાદર શાળા ખોલી છે. આજ રોજ હુરુન ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ રિસર્ચર અનસ રહેમાન જુનૈદે જણાવ્યું હતું કે, “અરબપતિઓ પરોપકાર સાથે સંકળાયેલા છે અને મને આશા છે કે આગામી પાંચ વર્ષમાં આ સંખ્યા ઓછામાં ઓછી બમણી થઈ જશે.

હુરુન ઈન્ડિયા અને EdelGive એ ગુરુવારે EdelGive હુરુન ઈન્ડિયા ફિલાન્થ્રોપી લિસ્ટ 2022 બહાર પાડ્યું. દાનની આ રકમ 1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 સુધી તેમની રોકડ અથવા રોકડ સમકક્ષના મૂલ્ય દ્વારા માપવામાં આવે છે. આ યાદીનું નવમું વર્ષ છે. આ રિપોર્ટ અનુસાર આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલા ચોથા સ્થાને છે. તેણે આ સમયગાળામાં 242 કરોડ રૂપિયાનું દાન કર્યું છે

. તે જ સમયે, નંદન નીલકણી (159 કરોડ), ક્રિસ ગોપાલકૃષ્ણન (90 કરોડ) અને ઇન્ફોસિસના એસડી શિબુલાલે 35 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. આ યાદીમાં તેમનું રેન્કિંગ અનુક્રમે 9મું, 16મું અને 28મું છે.આ વર્ષની યાદીમાં છ મહિલાઓનો સમાવેશ થાય છે અને 120 કરોડ રૂપિયાના દાન સાથે 63 વર્ષીય રોહિણી નિલેકણી દેશની સૌથી ઉદાર મહિલા પરોપકારી છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *