Gujarat

વડોદરાની દુખ ઘટના ! પરીક્ષા આપવા ગયેલ દીકરી જીવતી ઘરે પરત ના ફરી શકી અને બની એવી ઘટના કે જાણી…

આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગુજરાતમાં દિવસેને દિવસે અનેક પ્રકારના બનાવો બની રહ્યાં છે, ત્યારે હાલમાં જ પરીક્ષા આપવા ગયેલ દીકરી જીવતી ઘરે પરત ના ફરી શકી અને બની એવી ઘટના બની કે તમારું હૈયું કંપી જશે. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, વડોદરા શહેરના સમા વિસ્તારમાં રહેતી 16 વર્ષની ખુશી રાજપૂત કારેલીબાગમાં આવેલી શ્રીક્રૃષ્ણ હિન્દી વિદ્યાલયમાં અભ્યાસ કરે છે.

આજ રોજ બપોરે તે પરીક્ષા આપીને પોતાની સાઇકલ લઇને ઘર તરફ જઇ રહી હતી. એ દરમિયાન કારેલીબાગ વુડા સર્કલ પાસે પૂરપાટ પસાર થઈ રહેલા ટ્રેક્ટરની અડફેટમાં આવી ગઇ હતી. સ્થળ પર લોહીના ખાબોચિયાં ભરાઈ ગયાં હતાં. આ ઘટના બનતાં ટ્રેક્ટરચાલક સ્થળ છોડી ફરાર થઇ ગયો હતો, જેને પગલે સ્થાનિક લોકોએ ભારે રોષ ભભૂકી ઊઠ્યો હતો.

આ ઘટના બનતાં જ સ્થાનિક લોકો ટોળે વળી ગયા હતા અને ઇજાગ્રસ્ત વિદ્યાર્થિનીને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડી હતી, જ્યાં ત્રણ દિવસની સારવાર બાદ વિદ્યાર્થિનીનું મોત થયું છે. આપણે જાણીએ છે કે, અનેક આવા રોડ અક્સ્માત બને છે, ત્યારે આ બનાવ પણ એટલો જ કરુણ દાયક છે ખુશીની સાયકલ ટ્રેક્ટરની અડફેટે આવી ગયેલ જેથી શરીરના અન્ય ભાગમાં ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત વિદ્યાર્થિનીને સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી. જોકે 3 દિવસ મોત સામે લડ્યા બાદ વિદ્યાર્થિની હારી ગઈ હતી.

આ દુઃખ દાયક બનાવથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સામાજિક કાર્યકર કમલેશભાઇ પરમારે જણાવ્યું હતું કે કારેલીબાગ વુડા સર્કલ પાસે અવારનવાર અકસ્માતના બનેછે. તંત્રને અનેક વખત રજૂઆતો કરવા છતાં વુડા સર્કલ પાસે અકસ્માતો પર નિયંત્રણ કરવા માટે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. પરિણામે, અવારનવાર વુડા સર્કલ પાસે જીવલેણ અકસ્માતોની ઘટનાઓ બને છે. આ દુઃખદ બનાવમાં મૃત પામેલ દીકરીની આત્માને શાંતિ મળે અને પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી ભગવાનને પ્રાર્થના કરીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!