ફૂટબોલની મેચમાં કંઠી કાઢવાનું કહ્યું તો 14 વર્ષના તરુણ મેચ રમવા ની ના પાડી દીધી પરતું ધર્મનો સિદ્ધાંત તૂટવા ન દીધો..
કહેવાય છે ને કે, માતા પિતાને સંસ્કાર બાળકોમાં જરૂર આવે છે. આ વાત હાલમાં જ સત્ય બની છે. આ ઘટના છે ઑસ્ટ્રેલિયાની જ્યાં એક પટેલ પરિવારના તરુણ ને મેચ દરમિયાન કંઠી કાઢવાનું કહ્યું, ત્યારે તે તરુણ પોતાની કંઠી કાઢવાની ના પાડી દીધી કારણ કે, તેનું માનવું હતું કે હું એક મેચ માટે મારા ધર્મને ન તોડી શકું. જો હું કંઠી કાઢું તો મારા મહારાજ પરની અતૂટ શ્રદ્ધા તૂટી જશે. ખરેખર આ તરુણનું જ્ઞાન અને તેના ભગવાન પ્રત્યેની શ્રદ્ધા આપણને ઘણું બધું શીખવી જાય છે.
સમગ્ર વાત વિશે જાણીએ તો બનાવ એવો બન્યો હતો કે,
ઓસ્ટ્રેલિયાના બ્રિસબનમાંથી 14 વર્ષના ભારતીય મૂળ પટેલ પરિવાર નો દીકરો તરુણ ફૂટબોલ ખેલાડી શુભ પટેલને મેદાનમાંથી બળજબરીપૂર્વક કાઢી મુકવામાં આવ્યો હતો. શુભ પટેલે તુલસીની માળા પહેરી હતી, જે કાઢવાનો ઈન્કાર કરતાં તેને રમતમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.
કંઠી કાઢવાનું કારણ એ હતું કે, ફેડરેશન ઈન્ટરનેશનલ ડે ફૂટબોલ એસોસિએશન (FIFA)ના નિયમો પ્રમાણે ખેલાડી રમત રમી રહ્યો હોય ત્યારે કોઈપણ પ્રકારના ઉપકરણ અથવા એવી કોઈ જ જોખમી વસ્તુ પહેરી શકે નહીં. વર્ષ 2014 અગાઉ FIFAએ હિજાબ પર એમ કહીને પ્રતિબંધ મુકી દીધો હતો કે તે ખેલાડીના માથા અથવા ગળા પર ઈજાનું કારણ બની શકે છે.
શુભને તેના રેફરીએ માળા કાઢી નાંખવા કહ્યું હતું, પાંચ વર્ષની ઉંમરથી તે આ માળા ધારણ કરી રહ્યો હતો, જેને કાઢી નાંખવાનો ઈન્કાર કર્યો હતો. મીડિયા સાથેની વાતચીતમાં શુભે કહ્યું હતું કે હું ફૂટબોલ મેચ માટેથી તેને કાઢી નાંખવાને બદલે મારા ધર્મનું પાલન કરવાનું વધારે પસંદ કરીશ. તૂવોંગ ક્લબના યુવા સભ્ય શુભે જણાવ્યું હતું કે માળા દૂર કરવી તે હિન્દુધર્મની વિરુદ્ધ છે.
હિન્દૂ ધર્મમાં તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયમાં કંઠી પહેરવી એ ચુસ્ત નિયમ છે. કંઠી વિનાના રહેવું જ ન જોઈ અને શુભ પણ પોતે ચુસ્ત હરિ ભગત હોવાને નાતે તેને મેચ છોડવાનું પસંદ કર્યું પણ કંઠી દૂર ન કરી .આ પ્રથમ વખત એવી ઘટના બની છે કે જેમાં તેની માળાને કાઢી નાંખવા માટે કહેવામાં આવ્યું છે. અહેવાલોમાં જણાવ્યા પ્રમાણે શુભ માળા પહેરીને 15 મેચ રમી ચુક્યો છે અને અગાઉ એક વખત પણ કોચ અથવા સાથી ખેલાડીઓએ માળા કાઢી નાંખવા કહ્યું ન હતું.