સુરતમાં માત્ર 3900 રૂપિયા લઈને આવેલા સવજીભાઈ, જાણો કંઈ રીતે બન્યા ડાયમંડ કિંગ! આવું જીવન જીવે છે…

ગુજરાતમાં અનેક ધનાવાનો છે, જેમાં તેમની સફળતા પાછળ એક સંઘર્ષમય ભરેલી કહાની છુપાયેલ છે. આ દરેક ઉદ્યોગપતિઓ એક સમય માત્ર સામાન્ય વ્યક્તિ જેવું જીવન જીવી રહ્યા હતા પરંતુ આજે અબજોપતિ બની ગયા છે. આજે આપણે વાત કરીશું સુરતના સૌથી લોકપ્રિય ઉધોગપતિ સવજીભાઈ ધોળકિયા વિશે. સવજીભાઈનું નામ દામ કર્મમાં સૌથી મોખરે હોય છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, સવજીભાઈ તેમના કર્મચારીઓને મોખરે રહે છે.

આ સવજીભાઈનાં ભૂતકાળ નજર નાખીએ તો ત્યારે ખબર પડશે કે, કંઈ રીતે સવજીભાઈ અથાગ પરિશ્રમ થકી સુરતના ડાયમંડ કિંગ બન્યા હતા. સવજીભાઈ જ્યારે સુરત આવ્યા ત્યારે તેમના ખિસસ્સામાં પૂરતા 10000 રૂપિયા ન હતા છતાં પણ પોતાની કોઠા સૂઝ અને આવડત થકી હરિ કૃષ્ણ ડાયમંડ સુરતમાં ઉભી કરી. આ બધું થયું દિવસ રાત તનતોડ મહેનત કરીને. આજે હરિ કૃષ્ણ ડાયમંડ સુરત અને ગુજરાતની સૌથી મોખરે કંપની રહી છે.

આજે તમને જાણીને આશ્ચય થશે કે અબજો રૂપિયાની કંપની ધરાવતા સવજીભાઈ માત્ર 5 ધોરણ સુધી જ ભણી શક્યા હતા પરતું પોતાની આવડત અને મહેનત કી તેઓ અબજો રૂપિયાના ટર્નઓવર ધરાવતી કંપની હરિક્રિષ્ના એક્સપોર્ટ ના મલિક બની ગયા છે. સવજીભાઈનો જન્મ
૧૨ એપ્રિલ ૧૯૬૨ ના રોજ ગુજરાત ના અમરેલી જિલ્લા ના એક નાનકળા ગામ દુધાળા માં તેમનો જન્મ થયેલો.

સવજી ભાઈ ની આ સફળતા પાછળ સૌથી મોટો હાથ તેમની માતા નો રહ્યો છે, સુરત ગયા પછી પણ ઘણી વખત ઘરે પાછા આવી જતા પરંતુ માતાની લાગણી અને તેમની પ્રેરણા થી સુરત માં નોકરી માં ધ્યાન આપવા લાગ્યા અને એક સફળતા ના રસ્તે તેમની કારકિર્દી ચાલુ થઇ.

પિતા પાસેથી ઉછીના લીધેલા ૩૯૦૦ રૂપિયા માં પ્રાગજીભાઈ સાથે વ્યવસાયમાં ભાગીદારી શરૂ કરનાર સવજીભાઈ ધોળકિયા ઇતિહાસ રચી દીધો હતો અને તેનું પરિણામ આપણી સૌ સમક્ષ છે.નાનપણ માં ખાસ કઈ ભણતર ના હોવાને કારણે ૧૨ વર્ષ ની જ ઉંમરે તેઓ સુરત ની એક નાની ફેક્ટરી માં હીરા ઘસવા નું કામ કરવા લાગ્યા. જ્યા તેમને ૧૮૦ રૂપિયા જેટલો પગાર આપવા માં આવતો પણ કામગીરીના બદલે તેમનો પગાર ૧૨૦૦ રૂપિયા જેટલો કરી આપવા માં આવેલો

સવજીભાઈએ હીરા ઘસવા ની નોકરી તરીકે ૧૦ વર્ષ મેળવ્યો અને એક હીરાના નિષ્ણાત બની ગયેલ હતા અને સમય જતા ભાઈઓ સાથે મળીને પોતે જ હીરા ઘસવાનું શરૂ કર્યું પોતાના ઘરે અને પોતાની કંપની ચાલું જોત જોતા માં કે ૭ વર્ષ માં એટલે કે વર્ષ ૧૯૯૧ માં કંપની નું ટર્નઓવર ૧ લાખ કરોડ સુધી પહોંચી ગયું.
એક વર્ષ પછી એટલે કે ૧૯૯૨ ની સાલમાં પોતાનો કારોબાર વધારવા માટે મુંબઈમાં એક બિઝનેસ સલાકાર ની મદદ થી માર્કેટિંગ માટે પોતે એક ઓફિસે ખોલી અને ત્યાર બાદ તેઓ મુંબઈ થી પોતાનો વ્યસવસાય સાંભળવા લાગ્યા છીએ.

આજે આપણે જાણીએ છે કે, તેમની વિદેશમાં પણ અનેક કંપનીઓ છે, જ્યાં તેમના હીરા ખૂબ જ લોકપ્રિય છે. હાલમાં જ સવજીભાઈ મુંબઈના વરલીમાં આલીશાન કરોડો રૂપિયાનો બંગલો ખરીધો છે. એક વાત સત્ય છે કે, સવજીભાઈ ભલે આજે કરોડપતિ બની ગયા પરતું પોતાના ભૂતકાળ ને નથી ભુલ્યા અને આજે પોતાનું સાદગી ભર્યું જીવન જીવે છે. તેમને સેવા કાર્યો અનેક કર્યા છે તેમજ પાંચ સરોવર બનાવવાનો સંકલ્પ પરી પૂર્ણ થશે. તેમના સંતાનો આજે સાદગીભર્યું જીવન જીવે છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *