સુરત : પટેલ પરિવારે 18 લાખની સોનાની બિસ્કીટ 11 લાખમાં લીધા બાદ કકીકત સામે આવતા પગ નીચે થી જમીન સરકી ગઈ ! જાણો વિગતે
આપણે સૌ કોઈ જાણીએ છીએ કે, લાલચ બુરી બલા છે. આમ પણ દિવસેને દિવસે અનેક પ્રકારના બનાવો બને છે.હાલમાં જ એક ચોંકાવનાર કિસ્સો સામે આવ્યો. આપણે જાણીએ છે કે, લૂંટનાં અને છેતરામણીના અનેક કિસ્સાઓ બનતા હોય છે. ત્યારે હાલમાં જ રાંદેર ખાતે રહેતા 80 વર્ષીય વૃદ્ધાને 18 લાખની સોનાની બિસ્કીટ 11 લાખમાં લેવાનું ભારે પડ્યું.
જ્યારે વૃદ્ધાએ સોની પાસે ચેક કરાવ્યું ત્યારે હકીકત સામેં આવી કે, તે બિસ્કિટ સોનાનું નહિ પણ પિતલનું છે. સૌથી ચોંકાવનારી વાત એ કે, આવી છેતરામણી કરનાર બીજું કોઈ નહિ પ. ઘરમાં દીવાલ ચણવા આવેલા મધ્યપ્રદેશના મજૂરો હતા.
વૃદ્ધા વિશે જાણીએ તો 50 વર્ષીય ફાલ્ગુનીબેન પટેલે રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.તા.23 ઓગસ્ટે શ્રાવણ મહિનામાં તેઓ કતારગામમાં કંતારેશ્વર મહાદેવનાં દર્શને ગયાં હતાં. રાત્રે ઘરે આવ્યા ત્યારે તેમની માતા હસુમતીએ અગાઉ આપણા ઘરે સમારકામ કરવા આવેલા અને અત્યારે ઘરની સામે કડિયાકામ કરતા લર્વીન જગન રાઠવા તથા દીપક સાંજે ઘરે આવ્યા તેમની પાસે સોનાની બિસ્કીટ હોવાનું કહ્યું હતું.
આ સોનાના બિસ્કિટની બજાર કિંમત 18 લાખ હતી પણ આરોપીઓ એ 11 લાખમાં વેચ્યું અને ત્યારબાદ બને ફરાર થઈ ગયેલા. હસુમતીબેને તેમના ઓળખીતા સોની રમેશભાઈને બોલાવી બિસ્કીટની ચેક કરાવેલ. આ દરમિયાન આ બિસ્કીટ નકલી હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ વૃદ્ધાની તબિયત સારી ન હોવાથી ફરિયાદ નોંધવામાં વિલંબ થયો હતો. હાલ તેમની તબિયત સુધરતાં રાંદેર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસ તપાસ શરૂ કરી છે.