સુરત: પ્રેમ લગ્નનો દુખદ અંત ! પટેલ યુવાનને સ્યુસાઈડ નોટ મા લખ્યુ ” મારી હાલત ખૂબ જ ખરાબ

યુવાવયમાં આત્મહત્યાનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે, ખાસ કરીને મોટેભાગે પરિણીત યુગલોમાં પણ આત્મહત્યાના બનાવો પતિ પત્નીના સંબંધોના કારણે થાય છે. હાલમાં જ દોઢ વર્ષ પહેલા લગ્ન કરનાર 25 વર્ષનાં યુવાને ગળોફાંસો ખાઈને જીવન ટૂકાવી દિધુ. આ ઘટના અંગે વધુ જાણીએ કે, આખરે આ યુવાન કોણ છે અને શા માટે આત્મહત્યા કરી છે.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સુરતના ડિંડોલીમાં રહેતો આકાશ પટેલનાં દોઢ વર્ષ પહેલાં પ્રેમલગ્ન થયાં હતાં અને પતિ પત્ની વચ્ચે બોલાચાલી થતા જ પત્ની રિસામણે જતી રહી હતી. આજ કારણે યુવાને જેના માનસિક તણાવમાં આ પગલું ભરી લીધું હતું. ખાસ વાત એ છે કે, આકાશ એ પોતાની પત્નીનો મનપસંદ શર્ટથી જ ગળોફાંસો ખાઈ લીધો. આકાશે પોતાની દુઃખદ આપવીતી પણ સ્યુસાઇડ નોટના જણાવી.

પોલિસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, આકાશ પટેલે દોઢ વર્ષ પહેલાં જ અંકિતા સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. જોકે લગ્ન બાદ પતિ-પત્ની વચ્ચે મનમેળ ન થતા પત્ની પિયરમાં રિસામણે જતી રહી હતી. ત્યારબાદ પત્નીએ છૂટાછેડાની માગણી કરતા આકાશ માનસિક તણાવમાં આવી ગયો હતો. આકાશ અંકિતાને મનાવવા તેના ઘરે પણ ગયો હતો, પરંતુ ત્યાં પણ આકાશ સાથે અંકિતાના પરિવારે બોલાચાલી કરી હતી. જેના કારણે આકાશ પાછો આવી ગયો હતો. ત્યારબાદ તે ઘણા દિવસથી હતાશ રહેતો હતો. આજે સુસાઇડ નોટ લખી તેણે આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું.

આકાશે પોતાના ઘરમાં પંખા સાથે પત્નીના પ્રિય શર્ટ વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આકાશે સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, અંકિતા આઈ મિસ યૂ હું તને પ્રેમ કરું છું. હું તને સીધે સીધું નથી કહી શકતો. આજે મારી હાલત ખૂબ જ ખરાબ છે. અંકિતા તને જોવા માટે હું તડપુ છું. મને એમ લાગે છે કે હું બધું હારી ગયો છું. મારી ભૂલના કારણે જ મેં તને ગુમાવી છે અને હું હવે જીવવા પણ નથી માંગતો. અંકિતા ખુશ રહેજે તારાં મા-બાપને ખુશ રાખજે. હું તને ખૂબ જ પ્રેમ કરું છું. હાલમાં આ બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *