વેપારી ને મહીલા સાથે ની દોસ્તી ભારે પડી ! મિત્રતા થયા પછી હોટેલ મા મળવા ગયા બાદ વિડીઓ વાયરલ કરી દેવાની ધમકી આપી 10 કરોડ..

હાલમાં જ એક એવી ઘટના બની કે, દરેક યુવાનો માટે આ ચેતવણી સમાન કિસ્સો છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, વેપારી ને મહીલા સાથે ની દોસ્તી ભારે પડી ! સોશીયલ મીડિયા દ્વારા મિત્રતા થયા પછી હોટેલ મા મળવા ગયા બાદ વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી અને 10 કરોડ રૂપિયાની માંગણી કરી. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,કચ્છમાં વધુ એક હાઈપ્રોફાઈલ હનીટ્રેપની ઘટના પ્રકાશમાં આવી છે.

ગાંધીધામના 1 વેપારીને હનીટ્રેપમાં ફસાવી તેમની પાસે 10 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. વેપારીએ વડોદરાની 1 મહિલા સહિત 8 લોકો સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એક આરોપીની અટકાયત કરી છે.
મહિલાએ ફરિયાદીને હોટલમાં મળવા બોલાવ્યા હતા અને બંને વચ્ચેની અંગત પળોનું વીડિયો રેકોર્ડિંગ કરી લીધું હતું. આ તકનો લાભ લઈને મહિલાએ 20 હજાર પડાવ્યા હતા અને વધુ 50 હજારની માંગણી કરી હતી.

જે બાદ વિનય રેલોન અને હરેશ કંઠેચા નામના બે શખ્સોએ ફરિયાદીને ભુજ બોલાવ્યા હતા અને વીડિયો બતાવી આ મામલો પતાવી નાખવા જયંતિ ઠક્કર અને મુંબઈના રમેશ જોશીનો સંપર્ક કરવા જણાવ્યું હતું.  જે બાદ ફરિયાદીએ ઉપરોક્ત વ્યક્તિઓનો સંપર્ક કરતા તેઓએ 10 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી.

જેથી ગાંધીધામના વેપારીએ આ મામલે ભુજ બી ડિવિઝન પોલીસ મથકમાં મૂળ વડોદરાની આશા ધોરી નામની મહિલા, ભુજના બિલ્ડર વિનય રેલોન, ભચાઉના હરેશભાઇ કંઠેચા,  જયંતિ જેઠાલાલ ઠક્કર, અંજારના મનિષ મહેતા, મુંબઇના રમેશ જોશી, શંભુભાઇ જોશી, ખુશાલ ઉર્ફે લાલો સહિત આઠ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.  વેપારીની ફરિયાદના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

પોલીસે આ મામલે એક આરોપીની અટકાયત કરી છે.પૂર્વ ધારાસભ્ય જંયતિ ભાનુશાળી હત્યા કેસનો આરોપી જયંતિ ઠક્કર પણ આ કેસમાં સંડોવાયેલ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ જયંતિ ઠક્કર જેલમાંથી જ હનીટ્રેપનું મોનિટરીંગ કરતો હતો. આ મામલે હાલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *