સુરત: ધનતેરસના દિવસે રૂપિયા 21 કરોડના હીરામાંથી તૈયાર કરાયા લક્ષ્મીજી, જુઓ Photo
આજે ધનતેરસનો શુભ દિવસ છે અને આપણે સૌ કોઈ જાણીએ છીએ કે લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે કારણ કે તેવી લક્ષ્મી એશ્વર્યાના દેવી છે અને જો તેમની કૃપા રહે છે તો આપણા ઘરમાં સદાય સંપત્તિના અખૂટ ભંડાર પર્યા રહે છે ત્યારે હાલમાં જ સુરત શહેરમાં ધનતેરસના દિવસે ખૂબ જ અનોખી રીતે લક્ષ્મીજી બનાવવામાં આવ્યા. આપણે જાણીએ છે કે, સુરત શહેર ડાયમંડ નગરી છે અને સુરતવાસીઓ હંમેશા ચર્ચાનો વિષય બને છે.
હાલમાં ગણેશ ઉત્સવમાં દરમિયાન હીરાના ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી, ત્યારે ફરી એકવાર ધનતેરસના શુભ પાવન પર્વ દરમિયાન હીરાજડિત લક્ષ્મી માતાની તસવીર તૈયાર કરવામાં આવી છે. તમને જાણીને નવાઈ લાગશે કે, આ લક્ષ્મી માતાની આ તસવીર રૂપિયા 21 કરોડની કિંમતમાં તૈયાર થઈ છે.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, 1 ફૂટની એક્રેલિક શીટ ઉપર લક્ષ્મી માતાના ચિત્રનું કટિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ પ્લેટમાં 1.50 કિલોગ્રામ (7500 કેરેટ) તૈયાર હીરા નાખવામાં આવ્યા અને પછી આ શીટ ખસેડવામાં આવી હતી. જેથી રૂપિયા 21 કરોડના હીરાથી લક્ષ્મી માતાની આ તસવીર તૈયાર થઈ હતી.
ડાયમંડ સિટી સુરતની ડાયમંડ કંપનીએ હીરાજડિત લક્ષ્મી માતાની આકૃતિ તૈયાર કરીને આવનારું વર્ષ ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝ માટે સુખ અને સમૃદ્ધિ લાવનારું બની રહે તેવી પ્રાર્થના પણ કરી હતી.આપણે સૌ કોઈ જાણીએ છે કે, સુરત શહે હમેશા હીરાઓને લઈને ચર્ચાનો વિષય બને છે, જેથી કરીને હાલના સોશીયલ મીડિયામાં 21 કરોડના લક્ષ્મીજીની ચર્ચા વાયુવેગે પ્રસુરી રહી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.