જામનગરનાં ભોઈ સમાજનાં મહેતા પરીવારે પુત્રવધુનાં અંગોનું દાન કર્યું! 15 વર્ષ બાદ સંતાનસુખ મળ્યું પણ ઇશ્વરે…

સુરત શહેરમાં મુખ્યત્વે અનેકવાર અંગદાનનાં કિસ્સાઓ જોવા મળે છે, ત્યારે હાલમાં જ જામનગર શહેરમાં અંગદાનની ઘટના દરેક સમાજ માટે પ્રેરણાદાયી બની છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, જામનગરના વિક્ટોરિયા પુલ નજીક ત્રણ દિવસ પહેલા ડો.તૃષાબેન શૈલેષભાઈ મહેતા નામની મહિલાનું અકસ્માત થયું હતું અને આ દુઃખદ ઘટનામાં તેમનું નિધન થયું હતું.


તૃષાબેનને ડોક્ટરો દ્વારા બ્રાન્ડેડ જાહેર કર્યા હતા જેથી કરીને તેમના પરિવારે અંગડાણનો સરહાનીય નિર્ણય કર્યો. મૃતક મહિલા તૃષાબેન શૈલેષભાઈ મહેતા વિશે જાણીએ તો તેઓ પોતે પી.એચ.ડી કરી શિક્ષણ ક્ષેત્રે ખૂબ સારી એવી પ્રગતિ મેળવી હતી અને 20 વર્ષના લગ્ન જીવનનમાં 15 વર્ષ બાદ સંતાનનું સુખ પ્રાપ્ત થયું હતું પણ હવે પાંચ વર્ષનો દીકરો મા વિનાનો થઈ ગયો.

આ દુઃખદ ઘટના વિશે જાણીએ તો જામનગરના વિક્ટોરિયા પુલ નજીક ત્રણ દિવસ પૂર્વે ઘટી હતી, જેમાં નશામાં ધુત મારુતી સીયાજ કાર ચાલક દ્વારા ડો.તૃષાબેન શૈલેષભાઇ મહેતાની સ્ફુટીને પાછળ થી ઠોકર મારી નાસી ગયેલ અને આ ઘટના અંગે પોલીસે યોગ્ય કાર્યવાહી હાથ ધરી છે.પરિવાર દ્વારા પોલીસને અપીલ કરવામાં આવી છે કે, તૃષાબેનના આત્માને શાંતિ મળે તે માટે આ ગુનામાં દાખલા સ્વરૂપ કાર્યવાહી હાથ ધરે, જેથી કરી ભવિષ્યમાં કોઈ નિર્દોષ માણસ નો હસતો રમતો પરિવાર આ દુઃખોની ખાઈમાં ન ધકેલાય.

જામનગરના સાત રસ્તા નજીક આવેલ યુનિક હોસ્પિટલ અને આઈ.સી.યુ ના ડોક્ટર એ.ડી રૂપારેલીયાની દેખરેખ હેઠળ સમગ્ર અંગદાનનું મહા ઓપરેશન કરવામાં આવશે અને કિડની,લીવર,આંખ અને જો શક્ય હશે તો મહિલાની ચામડીનું પણ દાન કરવા માટે પરીવાર સંમત છે.ખરેખર આ એક એવું સરહાનીય પગલું છે, જેના દ્વારા અનેક પરિવારના જીવનમાં ખુશીઓ આવી શકે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *