Gujarat

સુરત : ચમત્કાર કે ડોક્ટર ની મહેનત ! 630 ગ્રામ વજન વાળા જન્મેલા શિશું નો જીવ આવી રીતે બચી ગયો

આ જગતમાં ડોકટર એ ભગવાનનું સ્વરૂપ સમાન છે. આપણે જાણીએ છે કે, અનેક એવા તબીબી કિસ્સાઓ બને છે, જેને જાણીને આપણે પણ માનવામાં ન આવે કે આવું પણ બની શકે છે. હાલમાં જ આવો એક કિસ્સો સામે આવ્યો છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સુરત શહેરમાં ડોક્ટરની મહા મહેનતથી 630 ગ્રામ વજન વાળા જન્મેલા શિશું નો જીવ બચી ગયો. ચાલો અમે આપને સંપૂર્ણ માહિતી જણાવીએ.

સુરત શહેરમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે.વરાછાના
યોગીચોક વિસ્તારમાં રહેતા વિભુતીબેન કમલેશભાઈ પટેલ ગર્ભવતી થતાં તેમની વેડ રોડની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી તેમજ ગર્ભસ્થ શિશુનું વજન વધતું ન હોવાથી પ્રસૂતિ કરાવ્યા બાદ શિશુની સારવાર શરૂ કરવામાં આવી હતી અને માત્ર 630 ગ્રામ જેટલા ઓછા વજન સાથે બાળકનો જન્મ થયો.

તબીબોએ ચિંતા વ્યકત કરી પિડીયાટ્રિક ઈન્ટેન્સિવિસ્ટની સલાહ લેવા કહ્યું હતું. અનેક તબીબોને બતાવ્યા બાદ આખરે દંપતીએ ડો. યતિન માંગુકીયાનો સંપર્ક સાંધ્યો હતો.આ બાળકનો જીવ બચાવવો અશક્ય હતો પરંતુ ડોકટરએ 2 મહિના આસીયુમાં સારવાર કરી તબીબોએ બચાવી લીધો છે. 2 મહિનાની ક્રિટીકલ સારવાર બાદ હવે બાળકનું વજન 1.30 કિ.ગ્રા થયું છે અને તે ખોરાક પણ લેતું થઈ જતાં તેને રજા આપવામાં આવી હતી.

આવા કેસમાં 10માંથી 1 કે 2 જ બાળકો બચતા હોય છે. જેને ધ્યાનમાં રાખીને આ બાળકની આઈસીયુમાં સારવાર શરૂ કરાઈ હતી. હાલ બાળક નળી દ્વારા ખોરાક લઈ રહ્યું છે .તેના વજનમાં પણ વધારો થઈ રહ્યો છે. ડો. માંગુકીયાએ જણાવ્યું કે આધુનિક ટેક્નોલોજીની મદદથી હવે આવા બાળકોને બચાવવું શક્ય બન્યું છે. આવનારા દિવસોમાં આવા કેસોમાં વધુ બાળકોને આપણે બચાવી શકીશું.આ કેસમાં બાળકની રોગ પ્રતિકારક શકિત ઓછી હોય છે. ઘણીવાર હેમરેજ પણ થાય છે. બાળક માતાનું દૂધ પચાવી શકતું નથી. જેથી મોંઘી દવાઓની મદદથી પોષણ આપવાની સાથે સારવાર અપાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!