Gujarat

સુરત : ATM તોડી 17 લાખો વધુ ની ચોરી કરનાર કુખ્યાત મેવાતી ગેંગના માણસો ઝડપાયા ! આરોપી ના નામ..

સુરત શહેરમાં અનેક પ્રકારના બનાવો બને છે, ત્યારે હાલમાં જ એક બનાવ સામે આવ્યો છે. પલસાણામાં ચાર રસ્તા નજીક આવેલ આઇ.ડી.બી.સી. બેંકનાએટીએમને અજાણ્યા ઇસમોએ આવી ગેસ કટરની મદદથી એટીએમ મશીનને તોડીને તેમાંથી ૧૭ લાખની ચોરી કરી નાસી છૂટ્યા હતા. આ ઘટના અંગે જાણ થતાં જ તાત્કાલિક જ સુરત ગ્રામ્ય એલસીબી અને એસઓજીની ટીમે એટીએમ ચોરીમાં સંડોવાયેલી કુખ્યાત મેવાતી ગેંગના બે સાગરીતોને ઝડપી પાડી ૧.૯૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પલસાણા ચાર રસ્તા નજીક આવેલ આઇડીબીસી બેંકનું એટીએમ મશીનમાં ચોરી થઇ હોવાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.. ચોરી કરનાર ગેસ ટકરની મદદથી એટીએમ મશીનને તોડીને તેમાંથી ૧૭૬૮૭૦૦ રૂપિયાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. આ તમામ ઘટનાઓ સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું હતું. ગ્રામ્ય એલસીબી તેમજ એસઓજીની ટીમે સીસીટીવી ફૂટેજના આધારે અલગ અલગ ટીમો બનાવી ગુનાના મૂળ સુધી પહોંચવાની કોશિશ કરી હતી.

સમગ્ર ગુનામાં સંડોવાયેલી રાજસ્થાનની કુખ્યાત મેવાતી ગેંગ હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું. બાતમી મળી હતી કે એટીએમ ચોરી કરનાર બે ઇસમ કડોદરાની નીલમ હોટલ પાસે ઊભા છે. ત્યારે પોલીસે સ્થળ પર મહોમ્મદ અમીન ઉર્ફે હાફીસ અબ્દુલ મજીદ અમીરદીન ખાન મેહ૨ (ઉં.વ.૨૮) (રહે.,બડલીમાંડા રાજીવ ગાંધી સ્કૂલની નજીક, રાજસ્થાન) તેમજ મન્સુર ખાન ઉર્ફે મનીયા કાસમખાન નિઝામુદ્દીન ઝુનેજા (ઉં.વ.૨૦) (૨હે., લોરડિયા, ગાજીમગરા, તા.ફલોદી, રાજસ્થાન)ને પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી ૧.૬૦ લાખ રોકડા, મોબાઇલ- ૬ કિંમત રૂ.૩૧ હજાર મળી કુલ ૧,૯૧,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો હતો.

આ ગુનામાં સંડોવાયેલા અબ્દુલ ગની નીજામદીન જુનેજા, હસમદીનખાન તેમજ ૩ અજાણ્યા મેવાડી ભાષા બોલતા ઇસમને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે. ગુનાનો મુખ્ય સૂત્રધાર અબ્દુલ ગની નીજામદીન તથા હમસદીન અગાઉ પણ ગુજરાત તેમજ રાજસ્થાન જેવાં રાજ્યોમાં અગલ અલગ ગુનાઓમાં પણ ઝડપાઇ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!