સુરત : બે બાળક ના પિતા એ એસીડ પી ને જીવન ટુકાવ્યું ! પત્ની પર માર મારવા નો આરોપ લાગ્યો
આપણે જાણીએ છે કે, હાલમાં ઘણા સમયથી અવારનવાર સમચારોમાં આપઘાતના બનાવ બનતા હોય છે. ત્યારે સૂત્ર દ્વારા જાણવા મળ્યું કે, હાલમાં જ બે બાળક ના પિતા એ એસીડ પી ને જીવન ટુકાવ્યું ! પત્ની પર માર મારવા નો આરોપ લગાવામાં આવ્યો છે, ત્યારે ચાલો અમે આપને જણાવીએ કે આખરે આ ઘટના કેમ બની.ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખદ છે. અનેક લોકો હોય છે જે પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે અને દરેક વ્યક્તિઓ માટે અંગત કારણો હોય છે
હાલમાં જ જાણવા મળ્યું હતું કે, સુરતમાં બનેલ આ ઘટનામાં પત્ની સાથેના ઝઘડામાં એસિડ પી લેનાર બે બાળકોના પિતાનું સિવિલમાં સારવાર દરમિયાન મોત થયું જેથી પોલીસે આગળ તપાસ શરૂ કરી. એવું પણ જાણવા મળ્યું કે, મૃતકના મોટાભાઈએ વેવાણ અને સાળાએ માર મારતા દિનેશે આપઘાત કરી લીધો હોવાનો આરોપ લગાવામાં આવ્યો
ખાસ વાત એ છે કે, ઘર જમાઈ તરિકે રહેતા દિનેશે અગાઉ પણ બે વાર આપઘાતનો પ્રયાસ કર્યો હતો. રવિવારના રોજ વરિયાવમાં ભાઈઓના ઘર નજીક એસિડ પી લેતા તાત્કાલિક નજીકની ખાનગી બાદ સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.દિનેશના લગ્ન 12 વર્ષ પહેલાં થયા હતા. એક દીકરી ઉ.વ. 14 અને એક દીકરો ઉ.વ. 11 વર્ષનો છે.
દિનેશ વોટર પ્રુફિંગ કામ કરતો હતો. લોક ડાઉન બાદ ઘંધા માં પડતી આવતા બેકાર થઈ ગયો હતો. કમાતો નથી ઘર મારા નામ પર કરી દે એમ કહી પત્ની અને સાસુ દિનેશને મારતા હોવાનું પણ સામે આવ્યુ હતું.પહેરેલા કપડે ઘરમાંથી કાઢી મુકતા દિનેશ વરિયાવ આવી ગયો હતો અને આ જ કારણે ઘર કંકાસ નાં લીધે આ યુવકે આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવ્યું.બંને પક્ષકારોની વચ્ચે ચાલી રહેલા અંતિમવિધીના વિવાદમાં પોલોસે મધ્યસ્થી કર્યા બાદ પણ કોઈ ઉકેલ નહિ આવતા પોલોસના ઉચ્ચ અધિકારીઓને જાણ કરાઈ હતી. દિનેશની અંતિમ વિધી પત્ની કરશે.
