Gujarat

સુરતની મહિલા બ્રેઇનડેડ જાહેર થતા તેના લીવર અને આંખોનુ દાન કરીને ત્રણ નવજીવન મળ્યું.

આપણે સૌ કોઈ જાણીએ છે કે અંગ દાન મહાદાન છે અને સુરત શહેર અંગદાન મહત્વનું યોગદાન આપી રહ્યું છે. હાલમાં જ એક મહત્વનું કાર્ય કર્યું છે જેના લીધે સૌ કોઈ તેમના વખાણ કરી રહ્યા છે. આમ પણ કહેવાય છે કે આ કાર્ય ખૂબ જ સરહાનીય છે.એક વ્યક્તિનાં લીધે ત્રણ લોકોને નવજીવન મળ્યું છે. ત્યારે ચાલો જાણીએ આખરે આ કરુણ અને પ્રેરણાદાયી ઘટના.

ખંભાતી ક્ષત્રીય સમાજના બ્રેઈનડેડ દિપીકાબેન ભરતભાઈ ધારીયાના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી તેમના લિવર અને ચક્ષુઓનું દાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન બક્ષી, દિપીકાબેન બ્રેઈનડેડ થતા પરિવારે તેમના અંગોનું દાન કરી તેમના જેવા ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવુંજીવન આપ્યું છે.

દર્દીનાં પતિ કહ્યું છેવ આજે જયારે મારી પત્ની બ્રેઈનડેડ છે ત્યારે તેના અંગોનું દાન કરાવીને ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપ્યું છે. મહિલાની બંને કિડની ખરાબ થઇ ગઈ હોવાથી છેલ્લા બે વર્ષથી તે ડાયાલીસીસ ઉપર હતી. અઠવાડિયામાં બે વખત તેનું ડાયાલીસીસ કરાવતા હતા.

ગુરૂવાર તારીખ 29 જુલાઈના રોજ મેડીકલ ડાયરેક્ટર ડૉ.મેહુલ પંચાલ, ન્યુરોલોજીસ્ટ ડૉ.હીના ફળદુ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ.અપેક્ષા પારેખ, નેફ્રોલોજીસ્ટ ડૉ.કલ્પેશ ગોહિલે દિપીકાબેનને બ્રેઈનડેડ જાહેર કરતા ડોનેટ લાઈફના માધ્યમથી તેમના લિવર અને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું.દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી 50 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની IKDRC હોસ્પિટલમાં ડૉ.પ્રાંજલ મોદી, ડૉ.વૈભવ સુતરીયા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!