ખેડૂત કોઠા સૂઝ થી એક કરોડ પાણીનો સંગ્રહ થઈ શકે એવી તલાવડી બનાવી.
જગતનો તાત એટલે ખેડૂત! આજે આપણે જીવીએ છે તો તેમાં ખેડૂતનું મોટું યોગદાન રહેલું છે. ખેતી થકી આજે ખેડૂત પોતાનું ગુજરાન ચલાવે છે પણ સાથો સાથ દેશને સમૃદ્ધ બનાવે છે. આપણો ભારત ખેતી પ્રધાન દેશ છે, અને અહીંયા હવે ખેડૂત પણ આધુનિક યુગ સાથે આગળ વધી ગયા અને ખેતી થકી નવું નવું સંઘોધન કર્યા કરે છે. આજે આપણે જાણીશું કે કંઈ રીતે એક ખેડૂત તલાવડી બનાવી જેની ચર્ચા થઈ રહી છે.
ધાનેરા તાલુકાના આલવાડા ગામના ખેડૂત ભૂરાભાઈ રાજગોરે એક તલાવડી બનાવી છે. જેમાં એક કરોડ લીટર પાણીનો સંગ્રહ થઇ શકે છે. જે આવતાં બાર મહિના સુધી પોતાના ખેતરના પાકમાં પિયત માટે ઉપયોગ કરી શકશે.
ત્રણ મહિના મહેનત કરી જે.સી.બી અને ટ્રેક્ટરની મદદથી આઠ લાખ રૂપિયાના ખર્ચે 140×140 અને 26 ફૂટ ઊંડી ખેત તલાવડી બનાવી છે. જેમાં એક કરોડ લીટર પાણીનો સંગ્રહ થઇ શકશે.
એક અંદાજ મુજબ જો લગભગ ચાર ઇંચ જેટલો વરસાદ થશે તો પણ ખેત તલાવડી ભરાઈ જશે. જેથી હું બાર મહિના ખેતરમાં પિયત કરી શકીશ. સરકાર સહાયતા રુપે ટેકો કરે અને ખેડૂતોને સબસિડી ભાગ રુપે આપે તો તલાવડી બનાવી શકીએ અને ખેડૂતો ખેતી પણ કરી શકે સાથે પશુપાલન પણ કરી શકે.
સોશિયલ મીડિયાના માધ્યમથી રાજસ્થાનમાં જોયું અને મહારાષ્ટ્રમાં જોયું કે, લોકો ખેત તલાવડી બનાવીને પિયત કરે છે. જેથી મને પણ વિચાર આવ્યો કે હુ પણ આવી તલાવડી બનાવુ આખરે તેમને આ કાર્ય કરી બતાવ્યું.આ તલાવડીમાં એક કરોડ લીટર પાણીનો સંગ્રહ થશે.