120 આહીર જવાનો ની સામે 3000 ચિની સૈનિકો, જાણો જવાનો ની અદ્ભુત શૌર્યગાથા
ઇતિહાસ રેજાગ યુદ્ધ ઇતિહાસનાં પન્નામાં અનોખી રીતે આલેખાયું છે, આ યુદ્ધમાં અનેક 120 આહીરો એ શોર્યતા થકી 3000 થી વધુ ચીનના સૈનીકોને સામે બાથ ભીડી હતી. આ શોર્યતાની ગાથા વિશે તમે જાણશો ત્યારે તમારા રુવાટા ઉભા થઈ જશે. ખરેખર આપણે જાણીએ છે કે આહીર સમાજમાં અનેક વિરો થઈ ગયા છે તેમજ અનેક લોકો ધરમ નાં કાજે પોતાના શીશ ધરીને પણ એકનું ધડ લડતું રહ્યું છે એવા મહાન આહીરોએ પોતાની જે બહાદુરી પૂર્વક લડત લડી એમાં ઇતિહાસ પર નજર કરીએ.
મેઝર શૈતાન સિંહમાં નેતુત્વમાં થયેલ યુદ્ધમાં 120 યોદ્ધાઓએ 1300 ચીન સિપાહીઓ મારી નાખ્યા હતા ભલે તેઓ જાણતાં હતા કે હાર નક્કી છે છતાં તેઓ આ લડાઇ લડી. જાણો કંઈ રીતે આ ઘટના ઘટી.
18 નવેમ્બરનો દિવસ હતો. 1962ની સવારે લદ્દાખની ચુશુલ ઘાટી બરફથી ઢંકાયેલી હતી. વાતાવરણમાં એક પ્રકારની ખામોશી હતી. પરંતુ આ ખામોશી લાંબો સમય ન ટકી રહી. સાડાત્રણ વાગ્યે બપોરે ઘાટીનો શાંત મહોલ અચાનક જ ગોળીબારીની રમઝટથી ગાજી ઉઠયો. મોટી માત્રામાં ગોળાબારુદ અને તોપ સાથે ચીનની પિપલ્સ લિબરેશન આર્મીના લગભગ 6000હજાર જેટલા જવાનોએ લદ્દાખ પર હુમલો કરી દીધો હતા.
ચીન સામેનું આ ય રેજાંગ યુદ્ધ લજમ્મૂ-કાશ્મીર રાજ્યના લદાખ વિસ્તારમાં ચુશુલ ઘાટીનો એક પહાડી ઘાટ છે. 1962ના યુદ્ધમાં 13મી કુમાઉ ટુકડીનો આ અંતિમ મોરચો હતો.માત્ર 120 જવાનોને પોતાની તાકાત પર જ ચીનની વિશાળ ફોજની સામે યુદ્ધ કરવા તૈયાર થઈ ગઈ હતી 13મી કુમાઉના વીર સૈનિકો દુશ્મનને જવાબ આપવા માટે કાર્યવાહી શરૂ કરી દીધી. પરંતુ ભારતીય સેન્ય ટુકડીનું નેતૃત્વ કરી રહેલા મેજર શૈતાનસિંહને ખબર હતી કે, પોતાની હાર નક્કી છે. તેમ છતાં તે બે મિસાલ બહાદુરી દાખવી રહ્યા હતા.13મી કુમાઉ રેજિમેન્ટની ટુકડીના 120 જવાનોએ ચીનના 1300થી વધુ સૈનિકોને મારી નાખ્યા હતા. પરંતુ વિશાલ સેના સામે તેઓ કેટલું ટકે? લડતા લડતાં માતૃભૂમિની રક્ષા માટે હસતા મોંઢે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા હતા.