Viral video

કેનેડા મા રહેતી દીકરીને પિતાએ એવી સરપ્રાઇઝ આપી કે વિડીઓ જોઈ તમારી આંખો પણ ભીની થઈ જશે…. જુઓ વિડીઓ

સોશિયલ મીડિયામાં (Social media) એક ખૂબ જ સુંદર અને હદયસ્પર્શી વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં તમે જોઈ શકશો કે, કેનેડામાં રહેતી દીકરીને પિતાએ  એવી સરપ્રાઇઝ (Surprise) આપી કે વિડીઓ જોઈ તમારી આંખો પણ ભીની થઈ જશે. આ વીડિયો દરેક બાપ-દીકરીની આંખોમાં આંસુ લાવી દેશે. આપણે જાણીએ છે કે, લાખો યુવક-યુવતીઓ વિદેશમાં અભ્યાસ (Educational) કરવા માટે જાય છે અને ત્યાં તેઓ પાર્ટ ટાઈમ જોબ પણ કરી લે છે.

હાલમાં જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, તે શ્રુત્વા દેસાઈ નામની એક ગુજરાતી યુવતીએ (Gujarati girl)પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકશો કે, તે સ્ટોરમાં કામ કરી રહી છે, આ દરમિયાન જ તેના ઇન્ડિયાથી (india) આવિને પહેલીવાર જ સ્ટોર પર મળે છે.

યુવતી પોતાના પિતાને નજર સમક્ષ સામે નિહાળતાની સાથે જ તે ભાવવિભોર બની જાય છે અને ખુશીના આંસુઓને રોંકી શકતી નથી. આ ક્ષણ ખૂબ જ પ્રેમાળ (Loveable) અને લાગણીસભર છે. દીકરી અને પિતાનો સંબંધ તો અતૂટ અને અકલ્પનિય છે. જ્યારે આ બાપ દીકરી એક બીજાને ભેટે છે, ત્યારે એ દ્રશ્ય દરેકના દિલોમાં વસી જાય છે.

તમને જણાવી દઈએ કે યુવતીના પિતા પોતાની દીકરીને ગ્રેજ્યુએશન (Graduation)પહેલા તેને સરપ્રાઈઝ આપવા માટે ગયા હતા. શ્રુત્વાએ લખ્યું કે મારા પિતાને જોઈને એક ક્ષણ માટે મારા હદયના ધબકારા રોકાઈ ગયા. હું વિચારી નહોતી શકતી કે કોઈ પિતા પોતાની દીકરી માટે આટલું કરી શકે. આ વીડિયો જોઈને તમારૂ હૈયું પણ ખુશ થઈ જશે. 1વરસ અને 6 મહિના બાદ બાપ-દીકરીનું મિલન થયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!