Gujarat

આ પટેલ ભાઈઓ એ ઈંગ્લેન્ડ મા કરોડો ની કંપની ઓ ઉભી કરી અને સાથે ગુજરાત મા અનેક સંસ્થાઓ ને આર્થિક પણ મદદ કરી

ગુજરાતીઓ વિશ્વનાં કોઈપણ ખૂણે જાય પરતું પોતાનું વર્ચસ્વ જરૂરું જમાવે છે. આજે અમે આપને બે એવા ભાઈઓ વિશે વાત કરીશું જે તમારા માટે પ્રેરણારૂપ સમાન બની રહેશે. આજે તેઓ ઇંગ્લેન્ડનાં સૌથી ધનિક વ્યક્તિઓમાં મોખરે છે. એક સમય એવો હતો જ્યારે તેઓ માત્ર એક નાની ઓરડીમાં રહેતા હતા અને આજે સમય એવો બદલાયો છે કે તેઓ ઇંગ્લેન્ડમાં આલીશાન બંગલાઓ થી લઈને ત્યાં ની સૌથી મોટી ફાર્મા કંપની ધરાવે છે.

આપણા ગુજરાતીમાં કહેવાય છે કે, જેને ગરીબી ની પરિસ્થિતિ જોઈ હોય એ વ્યક્તિ જીવનમાં આગળ જઇને ધનવાન બને છે તો પણ પોતાનો ભૂતકાળ નથી ભૂલતો અને એ જ વ્યક્તિ બીજાના દુઃખ ને સમજી શકે છે જેને એ દુઃખ પોતે વિત્યું હોય. ચાલો ઈંગ્લેન્ડ ની ભૂમિમાં બે ભાઈઓ વિજયભાઈ પટેલ અને ભીખુભાઇ પટેલ જેમને એવું કાર્ય કરી બતાવ્યું જે અથાગ પરિશ્રમ નું પરિણામ છે.

ગુજરાતનાં છોટા ભાઈ પટેલ અને શાંતા બહેન કેન્યા ભૂમિમાં સ્થાયી થયેલ અને આ અને તેમને ત્યાં ત્રણ સંતાનો હતા ભીખુભાઈ , વિજયભાઈ , મંજુલાબેન આ તમામ પરિવાર આર્થિક પરિસ્થિતિમાં પોતાનું જીવન વિતાવ્યું અને એક નાની ઓરડીમાં જ તેમનું બાળપણ વિત્યું અને કુદરત શું ધાર્યું કે બીમારીના લીધે છોટા ભાઈનું નિધન થઈ ગયું અને તમામ જવાબદારી વિજયભાઈ ઉઠાવી લીધી તેમની આંખોમાં અનેક સ્વપ્ન હતા અને પરિશ્રમ થકી અને ભગવાન ની કૃપા થી તેમની પાસે બ્રિટિન સીટીઝન શિપ હતી આથી વિજયભાઈ બ્રિટન જઇ હાઈસ્કૂલ અભ્યાસ શરુ કર્યો.

ત્યાં જઈને સાથો કામ પણ શરૂ કરવાનું શરૂ કર્યું. 16 વર્ષની ઉંમરે રેસોરન્ટ કામ કરીને શિક્ષણ મેળવ્યું અને આખરે ઉત્તમ યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએટ કર્યું અને તેમના ભાઈ ભીખુ ભાઈ પણ ઇંગ્લેન્ડ આવી ગયા અને બેંકમાં નોકરી લાગી ગયા પરતું વિજય ને મોટા સ્વપ્ન હતા અને મોટો માણસ બનવું હતું. આખરે 1975માં એક દવાની દુકાન ની શરૂઆત કરી અને જોતા ને જોતા એક હોલસેલ કંપની ખોલી લીધી.

ફાર્માસ્યુટિકલ કંપની વેમેડ પીએલસી અને ત્યારબાદ એટનાહસ કંપની 2013 માં શરૂ કરવામાં આવી હતી. 2016 માં તેના ભાઈ સાથે મળીને તેની કિંમત 675 મિલિયન પાઉન્ડ હોવાનો અંદાજ હતો અને તેઓ માત્ર ધનવાન જ ન બન્યા પરતું સાથો સાથ ગરીબો માટે સદાય કાર્યરત રહ્યા અને નોંધાર ના તેઓ આધાર બન્યા.

આજે ઇંગ્લેન્ડમાં તેમની આપશે આલીશાન ઘરો થી લઈને અનેક સંપત્તિઓ છે. માતૃભૂમિ ભારત અને જન્મભૂમિ કેન્યા તેમજ કર્મભૂમિ ઇંગ્લેડનમાં સાઉથહેન્ડની નજીક બિખુ પટેલની ભવ્ય એસેક્સ હવેલી બનાવી જે વિશ્વ સ્તરિય લોકપ્રિય છે. આજે તેઓ પાસે 25 દુકાનો અને સાથો સાથ સૌથી મોટી ફાર્મા કંપની છે. ખરેખર આને કહેવાય કે ભાઈઓનાં સાથ થકી કંઈ પણ થઈ શકે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!